સામાન્ય રીતે બિરીસ્તો એ શબ્દ ઘણા લોકોને ખબર નહી હોય, પરંતુ જો ક્રિસ્પી કાંદા કે ક્રિસ્પી ઓનિયન તો ખબર જ હશે, જેને બિરયાની કે પુલાવમાં વધુ ઇપયોગમાં લેવાય છે, જ્યારે આપણે રેસ્ટોરન્ટમાં જમવા જઈએ છીએ ત્યારે બિરયાનીમાં જે ક્રિસ્પી અને બ્રાઉન કલરના ફ્રાઈડ ઓનિયન હોય તેને બિરીસ્તો કહેવામાં આવે છે.
મોટા ભાગના લોકો 4 થી 6 મહિનાની ડુંગળીનો સંગ્રહ કરતા હોય છે, જ્યારે આ ડુંગળી ઘણી વખત બફાઈ જાય છે કે બગળી જાય છે, આવી સ્થિતિમાં જો તમને એવું લાગે કે હવે ડુંગળી વધુ સમય નહી રહે અને બગળી જશે ત્યારે તમે ડુંગરીનો બિરીસ્તો કરીને તેને સ્ટોર કરી શકો છો, ત્યાર બાદ આ બિરીસ્તો તમે શબજી અને રાઈસ બન્નેમાં ઉપયોગમાં લઈ શકો છો.
બિરીસલ્તો બનાવવાની રીત
સૌ પ્રથમ ડુંગળીને છોલીને બરાબર પાણી વડે આખી ઘોઈલો, હવે તેમાંથી પાણી કોરું થઈ જાય એટલે તેને વચ્ચમાંથી બે ભાગ કરીલો, હવે તેની લાંબી લાંબી અને પાતળી સ્લાઈસ કાપીલો, ત્યાર બાદ કઢાઈ ભરીને તેલ ગરમ કરવા રાખો ,આ તેલ બરાબર ગરમ થી જાય એટલે તેમાં સમારેલી ડુંગળી નાખઈ દો, ધ્યાન રાખવું તેલ અટલા પ્રમાણમાં લેવું કે જેમાં ડુંળી ડૂબી શકે, હવે તેમાં 2 ચપટી મીઠું નાખીને તવિથા કે ચમચા વજે હલાવતા રહો, હવે જ્યારે કાંદા બ્રાઉન થવા આવે એટલે ગેસ તદ્દન ઘીમો કરીને ચમચા ડે કાંદા ઉપર નીચે ફેરવતા રહો, ત્યાર બાદ થોડી જ વારમાં કાંદાની સ્લાઈસ ક્રિસ્પી થવા લાગશે એટલે તેને કાણા વાળા ચારણીમાં કાઢીલો, અને બરાબર તેલ નીતારી લો, હવે 5 મિનિટ બાદ તમે જોઈ શકશો કે કાંદાની સ્લાઈસ બ્રાઉન છુટ્ટી અને ક્રિસ્પી થઈ ગઈ હશે ,જેને બિરીસ્તો કહેવામાં આવે છે,.
આ બિરીસ્તાને તમે એરટાઇટ બરણીમાં ભરીને ફ્રીજમાં સાચવી શકો છો, જે વધુમાં વધુ 2 થી 3 મહિના સુધી ફ્રિજમામં સટવાય છે અને જ્યાર જરુર પડે ત્યારે તેને મિક્સરમાં ક્રશ કરીને ઉપયોગ કરી શકો છો.અથવા તો તેની સ્લાઈસ પણ ઉપયોગમાં લઈ શકો છો.