- અથાણાંના મલામાંથી બનાવો પુરી
- આ પુરીનું નામ છે લોચાપુરી
- ખાવામાં ટેસ્ટિ બનશે પુરી
- ચા સાથે પુરીનો સ્વાદ બેગણો થશે
કિચન સંભાળવું, ઘર સંભાળવું અને પરિવારના નાના મોટા સભ્યોને સંભાળવા ખરેખર ગૃહિણીઓ એક સાથે કેટકેટલાય કાર્ય કરતી હોય છે, તેમાં પણ રસોઈ પરફેક્ચટ બનાવવી, કોઈ વસ્તું વધી જાય તો તેનો ઉપયોગ કરવો, મોંધવારીના સમયમાં કોઈ બચેલી વસ્તુ ફેંકવાનો પણ જીવ થતો નથી, અને થાય પણ કેમ દરેક વસ્તુના ભાવ આસમાને છે, ત્યારે આજે આપણે વર્ષના અથાણાંને લઈને વાત કરીશું.
દરેક ઘરમાં વર્ષભરના અથાણાં બનાવવામાં આવતા હોય છે, વર્ષના અંતમાં ઘણી વખત કેરીના ચીરીયાઓ ખવાઈ જતા હોય છે એને તેનું તેલ તથા બોરો (મસાલો) વધી પડતો હોય છે, ઘણા લોકોને કેરી વગર એકલો બોરો ખાવાની મજા નથી આવતી છેવટે તે વેસ્ટ જાય છે.
આજે આપણે આ મસાલાની મજેદાર લોચપુરી બનાવતા શીખીશું, જેનાથી મસાલોનો ઉપયોગ પણ થઈ જશે અને એક નવી વાનગી તચમને ખાવા મળશે, આ સાથે જ ઘરના નાસ્તામાં એક નાસ્તાનો પણ વધારો થશે.
સૌ પ્રથમ ઘંઉનો 500 ગ્રામ લોટ લેવો, તેમાં જીરું અને અજમો નાખવો, ત્યાર બાદ મોળમાં અથાળાનું વધેલું તેલ માત્ર 2 ચમચી નાખવું, ત્યાર બાદ લોટને હાથ વડે બરાબર તેલમાં મિક્સ કરી લો, હવે આથાણાંના મસાલામાંથી તજ,લવિંગ કે જે કંઈક આખો મસાલો હોય તેને કાઢી નાખો, ત્યાર બાદ માત્ર મેથીનો બોરો(મસાલો) આ લોટમાં 5 ચમચી એડ કરવો, ત્યાર બાદ ફરી લોટને હાથ વડે મસાલામાં લોટ ભળી જાય તે રિતે મિક્સમ કરો, હવે જરુર પ્રમાણે પાણી નાખીને કડક લોટ ગુંદીલો, આ લોટ 5 મિનિટ રહેવાદો, ત્યાર બાદ લોચને ગુંદીને તેમાંથી નાની નાની પુરી વણીને તળી લો.તૈયાર છે તમારી લોચાપુરી.
આ પુરી ખાવામાં થોડીકડવાશ વાળી, તિખી ટેસ્ટિ લાગશે જે તમે સવારના ચામાં નાસ્તામાં પણ ખાઈ શકો છો, અને 4 કે 5 દિવસ માટે ડબ્બામાં ભરીને રાખી પણ શકો છો. જ્યારે આપણે બહાર ગામ કે પ્રવાસમાં જતા હોઈએ છીએ ત્યારે આ પુરી ખૂબજ સારી લાગે છે ,કારણ કે તેમાં અથાણાંનો સમાલો એડ હોય છે જેથી શાકની જરુર રહેતી નથી ,એકલી પુરી ખાઈ શકો છો, એક વાર મસાલો ન પણ વધ્યો હયો તો તમારા અથાણાંમાંથી મસાલો કાઢીને ચોક્કસ પુરી બનાવજો. તેનો સ્વાદ તમને દાઢે ચોંટશે,