કિચન ટિપ્સઃ- સેન્ડવિચ ભાવે પણ છે અને બ્રેડ નથી ખાવી ? તો જોઈલો આ ચપાટી સેન્ડવિચ બનાવાની રીત
સાહિન મુલતાની-
સેન્ડવિચ તો સૌ કોઈને ભાવે છે પરંતુ બાળકોને અને વડિલોને બ્રેડ ખાવડાવવી પેટ બગાડવા જેવું છે તેથી જો તમને સેન્ડવિચ ખૂબ ભાવતી હોય તો રોટલીની આ સેન્ડવિચ તમે ટ્રાય કરી શકો છો.
4 સેન્ડવિચ બનાવવા માટે સામગ્રી
- 4 નંગ – તાજી રોટલી
- 8 નંગ – ટામેટાની સ્લાઈસ
- 8 નંગ – ગોળ સમારેલી ડુંગળીની સ્લાઈસ
- 8 નંગ – બાફેલા બટાકાની સ્લાઈસ
- જરુર પ્રમાણે – ચાટ મસાલો
- 4 નંગ – ચિઝની સ્લાઈસ
- 4 ચમચી – છીણેલું પનીર
- 4 ચમચી – ગ્રીન તીખી ચટણી
- 4 ચમચી – ટામેટા સોસ
- 4 ચમચતી – માયોનિઝ
સૌ પ્રથમ એક નંગ રોટલી લો , હવે રોટલીને એઘ વચ્ચેથી અડઘો કટ પાડીલો ત્યાથી રોટલી વાળઈને ચાર લેયર બને તે રીતે.
સૌ પ્રથમ એક સાઈડ પર ટામેટા સોસ લગાવો, તેના 2 બટાકાની સ્લાઈ અને 2 ટામેટાની સ્લાઈ લગાવો તેના પર ચાટ મસાલો લગાવો ત્યાર બાદ ફરી રોટલીને બીજા લેયરમાં વાળી લો
હવે તેના પર ગ્રીન ચટણી ડુંગળીની 2 સ્લાઈસ અને એક ચમચી પનીર નાખીને ફરી તેને વાળઈ લો
હવે છેલ્લા લેયર પર ફરી ચટણી લગાવો તેના પર ટામેટા સોસ લગાવો અને પનીરની સ્લાઈસ મૂકીને તેના પર ચાટ મસાલો ભભવારીદો હવે રોટલીને વાળઈલો તૈયાર છે રોટલીની સેન્ડવિચ
હવે તવી પર બટર કે તેલ લગાવીને આ સેન્ડવિચને બન્ને બાજુ ક્રિસ્પી બ્રાઉન થાય તે રીતે તળીલો
હવે આ સેન્ડવિચ ચટણી અને ટામેટા સોસ વગહર સર્વ કરો ઓલરેડી તેમાં સોસ ચટણી હોવાથઈ તે ટેસ્ટી લાગશે