સાહિન મુલ્તાની-
પનીર એવી વસ્તુ છે જે દરેક લોકોને ખુબજ ભાવતી હોય છે જેં ઇ અવનવી વાનગીઓ પણ બને છે સ્ટાટર્ડ માં અનેક વેરાયટી બનતી હોય છે આજે એક એવાજ સ્ટાટર્ડ બનવાની રેસીપી જોઈશું જે બનાવમાં તદ્દન સરળ છે અને ખાવામાં અટલીજ ટેસ્ટી છે
સામગ્રી
- 200 ગ્રામ – પનીરને ચોરસ ટુકડાઓ કરીલો
- 1 ચમચી – આદું લસનની પેસ્ટ
- સ્વાદ મુજબ – મીઠું
- 1 ચમચી – કાશ્મીરી લાલ મરચું
- 4 ચમચી – દહી
- 2 ચમચી – બેસન
- 1 ચમચી – કોર્ન ફ્લોર
- 2 ચપટી – મરીનો પાવડર
- તળવા માટે -તેલ
સૌ પ્રથમ એક બાઉલમાં પનીરના ટુકડાઓ કાઢીલો
હવે આ પનીરમાં દહી નાખીને બરાબર મિક્સ કરીને 5 મિનિટ બાઉલને ઢાંકીને રહેવા દો
હવે 5 મિનિટ બાદ તેમાં આદું લસનની પેસ્ટ ,મીઠું ,લાલ મરચું,બેસન, કોર્ન ફ્લોર અને મરીનો પાવડર નાખી બરાબર મિક્સ કરી દો
હવે એક કઢાઈ માં તેલ ગરમ કરવા રાખો તેલ બરાબર ગરમ થાઈ એટલે તેમ આ પનીર ને ક્રિસ્પી બ્રાઉન થાઈ તે રીતે તળીલો
હવે તમે આ પનીરને ટામેટાં સોસ કે પછી ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો તમારા બાળકના નાસ્તામાં પણ તમે આપી શકો છો