કિચન ટિપ્સઃ જો ઘરની છાસ પીવાના શોખીન છો તો હવે આ રીતે ઘરે જ બનાવી શકો છો છાસ
- છાસ બનાવવા માટે દૂઘ ગરમ કરીને માલઈ ભેગી કરો
- છાસ સહીત તમને ઘરનું ઘી પણ ખાવા મળશે આ મલાઈમાંથી
સામાન્ય રીતે દરેક ઘરમાં દૂઘ તો લાવતા જ હોય છે અને મોટા ભાગના ઘરોમાં તો દૂધને દરમ કરીને ફ્રીજમાં રાખવાની આદત હોય છે જેને લઈને તેઓ એક મહિના કે 15 દિવસ સુધી મલાઈ ભેગી કરીને તેમાંથી ઘી બનાવી શકે, જો કે આ ઘી બનાવતી વખતે નીકળતી છાસ કરચી કે કડવી થઈ જતી હોય છે જેથી લોકો તેને ફેંકી દે છે, પરંતુ આજે આપણે ઘી બનાવવાની પરફેક્ટ રીતે જોઈશું જેમાંથી ખૂબજ સરસ છાસ આપણાને પીવા મળી શકે છે.
જો ઘરની છાસ પીવી હોય તો આટલું ખાસ કરો
- દરરોજ દૂઘને ગરમ કરીને ફ્રીજમાં રાખો
- રોજ સવારે આ દૂધ પરથી મલાઈ ઇતારીને એક ડબ્બામાં મલાઈ ભેગી કરો
- આ મલાઈનો ડબ્બો હંમેશા બરફના ખાનામાં જ રાખવો, અને રોજે રોજ મલાઈની સાથે સાથએ તેમાં 2 ચમચી દંહી અથવા થોડી છાસ નાખવાની રાખો,
- આમ કરવાથી તમારી મલાઈ સરસ અથાઈ જાય છે,અને છાસ બનવાની શરુાત પણ થઈ જાય છે,
- હવે 10 કે 15 દિવસ બાદ મલાઈનો ડબ્બો 4 કલાક માટે બહાર કાઢીલો,
- હવે આ મલાઈને બરાબર બ્લેન્ડ વડે મિક્સ કરીને માખણને અલગ તારવી લો, આ માખમાંથી ઘી બનાવી શકો છો અને બાકી જે બચે તે છાશ છે,
- એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે છાસમાં ખટાશ લાવવા માટે જ્યારે જ્યારે ડબ્બામાં મલાઈ ભેગી કરો છો ત્યારે ત્યારે દંહી એડ કરવાનું ભૂલવું નહી, નહી તો છાસ કડવી બની શકે છે.