સાહિન મુલતાનીઃ-
હાલ વરસાદની સિઝન ચાલી રહી છે ત્યારે ભૂખ પણ ખૂબ લાગતી હોય છે આવી સ્થિતિમાં આપણે એવો ઓપ્શનન્સ શોઘીએ છીે કે તરત કંઈક જલ્દી બની જાય તો આજે એવી જ એક બ્રેડની ચિઝ વાળી ટેસ્ટી ડિશ બનાવાની રીત જોઈશું
સામગ્રી
- 6 નંગ – બ્રેડ
- 4 નંગ – ચિઝની ક્યૂબ
- 1 ચમચી – ચીલી ફલેક્સ
- 1 ચમચી – ઓરેગાનો
- 1 ચમચી – ગાર્લિકની પેસ્ટ
- 4 ચમચી -બટર
- 1 જીણી સમારેલી – ડુંગળી
- 1 જીણું સમાલેરવું – ટામેટું
સૌ પ્રથમ બ્રેડના નાના નાના ટૂકડાઓ કરી લો
હવે એક કઢાઈમાં બટર લો તેમાં ગાર્લિક પેસ્ટને બરાબર બ્રાઉન થાય તે રીતે સાંતળી લો
હવે આ ગાર્લિક પેસ્ટમાં બ્રેડના ટૂકડાઓ નાખઈને બૂરાબર મિક્સ કરો
ત્યાર બાદ તેમાં ટામેટા અને ડુંગળી નાખી ને 3 મિનિટ સુધી ઘીમા તાપે થવાદો
હવે તેના પર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખીને ફેરવી દો ત્યાર બાદ ચિઝ એડ કરીને 2 મિનિટ ગરમ થવા દો ચિઝ મેલ્ટ થી જાય એટલે બરાબર ફેરવી મિક્સ કરીવો તૈયાર છે ચિઝ બ્રેડના ટૂકડા
ઉપરથી ટામેટા કેચઅપ નાખીને સર્વ કરો