કિચન ટિપ્સઃ- બ્રેડની સેન્ડવીચ ખાઈને કંટાળ્યા છો તો હવે આ બ્રેડની નવી રેસિપી આજે જ કરો ટ્રાય, બાળકોને પણ આવશે પસંદ
સાહિન મુલતાની-
સામગ્રી
- 12 નંગ – બ્રેડ
- 100 ગ્રમા – લીલા વટાણા (બાફીને ક્રશ કરેલા)
- 2 નંગ – બાફેલા બટાકા ( ક્રશ કરેલા)
- સ્વાદ પ્રમાણે – મીઠૂં
- અડઘી ચમચી – હરદળ
- અડઘો કપ – લીલા ઘાણા
- 1 ચમચી – મેગી મસાલો
- અડધી ચમચી – ગરમ મસાલો
- 1 ચમચી – ઓરેગાનો
- 1 ચમચી – ચીલી ફ્લેક્શ
- જરુર પ્રમાણે – મેયોનિઝ
- જરુર પ્રમાણે – ચીઝ
- જરુર પ્રમાણે – સિઝવાન ચટણી
ટિક્કીની બનાવવાની રીતઃ- સો પ્રથમ એક મોટા બાઉલમાં બાફેલા બટાકાનો ક્રશ લઈલો , હવે તેમાં બાફેલા ક્રશ કરેલા વટાણા એડ કરો, હવે આ મિશ્રણમાં મીઠૂં, હરદળ, ગરમ મસાલો, મેગી મસાલો, લીલા ઘાણા, ઓરેગાનો અને અને ચીલી ફ્લેક્શ નાખીને બરાબર મિક્સ કરીલો.
હવે બધી જ બ્રેડને એક ગ્લાસ કે કોઈ ઢાંકણ વડે ગોળ સેપમાં કટ કરીલો, હવે આમાંથી 6 બ્રેડની ગોળ સ્લાઈસ પર મેયોનિઝ બરાબર સ્પ્રેડ કરીલો, આજ રીતે બીજી 6 બ્રેડની સ્લાઈલ પર સિઝવાન ચટણી સ્પ્રેડ કરીલો, હવે તૈયાર કરેલો વટાણા બટાકાનો માવો એક મેયોનિઝ વાળી સ્લાઈડ પર બરાબર સેટ કરીલો અને તેના પર છીણેલું ચીઝ પર સેટ કરો હવે તેને સિઝવાન ચટણી વાળી બ્રેડની સ્લાઈસથી કવર કરીને બરાબર હાછ વડે દબાવીલો, આ રીતે દરેક બ્રેડની ટિક્કીઓ તૈયાર કરીલો.
હવે આ ટિક્કીને એક નોનસ્ટિક પેન અથવા તો તવી પર બટર, તેલ અથવા તો દેશી ઘીમાં સેલો ફ્રાઈ કરીલો, બરાબર ગેસની ઘીમી ફ્લેમ પર ક્રિસ્પી થાય ત્યા સુધી ફ્રાય કરવી, તૈયાર છે ઈન્ડિયન અને મેક્સિન ટેસ્ટ વાળઈ તમારી આ આલુ મટર બ્રેડ ટિક્કી. ગ્રીન ચટણી અથવા તો ટામેટા સોસ સાથે સર્વ કરી શકો છો.