સાહિન મુલતાનીઃ-
સામગ્રી
- 2 પેકેટ – મેગી
- 1 નંગ – ડુંગળી (જીણી સમારેલી)
- 4 થી 5 નંગ – લીલા મરચા (જીણા સમારેલા)
- મેગી સમાલો બન્ને પેકેટના
- 1 કપ – કોબીજ (જીણું સમારેલું)
- થોડા લીલા ઘાણા જીણા સમારેલા
- 1 નંગ – કેપ્સિકમ મરચુ જીણું સમારેલું
- 1 કપ – બેસન
- તળવા માટે – તેલ
સૌ પ્રથમ મેગીને પાણીમાં એક ઉભરો આવે ત્યા સુધી ઉકાળી લો, ત્યાર બાદ તેને કાણાવાળા વાસણમાં નીતારીલો.
હવે કોરી કરેલી મેગીને એક બાઉલમાં લઈલો, તેમાં બેસન, લીલા મરચા, ડુગંળી ,કેપ્સિકમ મરચા, કોબીજ, મેગી મસાલો અને લીલા ઘાણા એડ કરીને હાથ વડ બરાબર મિક્સ કરીલો, જો મેગીમાંથીસથોડુ પાણી છૂટે તો છોડુ વધુ બેસન એડ કરીલો.
હવે એક કઢાઈમાં તેલ ગરમ થવા રાખો, તેલ ગરમ થાય એટલે તેમાં મેગીના નાના નાના ભજીયા તેલમાં તળીલો, બ્રાઉન થાય ત્યા સુધી તળવા હને આ ભજીયા ટામેટા સોસ સિઝવાન ચટણી સાથે સર્વ કરી શકો છો.