Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- ખૂબ જ ભૂખ લાગી હોય તો હવે બનાવો મમરાની ઈન્સ્ટન્ટ ખિચડી, હેલ્ધી પણ અને ટેસ્ટી તો ખરી જ

Social Share

દરેક ઘરની પ્રિય વસ્તુ એટલે મમરા જ્યારે પણ ભૂખ લાગે એટલે તરત મમરા વઘારીને ખાઈ લઈ છે, પણ આજે વાત કરીશું મમરાની ખિટડીની, જો તચમને ખૂબ ભૂખ લાગીને અને કંઈક ટેસ્ટિ ખાવું છે તો આ મમરાની રેસિપી બસ તમારા માટે જ છે, જે ઘરની વસ્તુઓમાંથી બની જાય છે.

 સામગ્રી

સૌ પ્રથમ મમરાને પાણીથી બરાબર ઘોઈલો.3 થી 4 વખત ઘોવા એટલે મમરા બરાબર નરમ પડી જાય

 હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં રાય ફોડીલો અને જીરું એડ કરીને લીમડાના પાન, લીલા મરચા તથા ડુંગળી સાંતળીલો,હવે તેમાં શીંગદાળા એડ કરીલો

ડુંગળી  અને શીંગદાણા બ્રાઉન થાય એઠલે તેમાં ટામેટા નાખીને બરાબર થવા દો, હવે ટામેટા સંતળાય ગયા બાદ તેમાં લાલ મરચું, મીઠું, હરદળ  અેડ કરીને બાફેલા બટાકાને ક્રશ કરીને નાખી દો,

હવે આ ગ્રેવીને  2 મિનિટ સાતંળી લો .ત્યાર બાદ તેમાં 1 કપ પાણી એડ કરીને ઇકાળો

હવે આ પાણીમાં એક ઊભરો આવે એટલે પાણીમાં પલાળેલા મમરા એડ કરીને બરાબર મિક્સ કરીને ગેસ પર 3 થી 4 મિનિટ ઘીમા તાપે થવાદો, ત્યાર બાદ ઉપરથી લીલા ઘણા એડ કરો, તૈયાર છે તમારી ગરમા ગરમ મમરાની ખિચડી જેને દહીં સાથે કે રાયતા સાથે તમે ખાઈ શકો છો.