કિચન ટિપ્સઃ- શું તમને ફુલાવર નથી પસંદ, તો હવે આ રેસિપી જોઈલો, આગંળી ચાટીને ખાતા રહી જશો ફુલાવર
જો તમને સબજીમાં ફલાવરનું શાક ભાવતું નથી તો આજે તેના પકોડા બનાવતા શીખુશું, ખૂબ જ સરળ રીતે આ કપરોડા બની જશે અને ઘરની સામગ્રીનો જ ઉપયોગ થશે અને ના ભાવલું ઉલવાર તમે આગંળી ચાટીને ખાશો, તમને ફૂલાવરના પકોડા ચોક્કસ પસંદ આવશે.
સામગ્રી
1 નંગ – ફુલાવર
2 કપ – બેસન
અડધો કપ – ચોખાનો લોટ અથવા કોર્ન ફ્લોર
3 ચમચી -આદુ,મરચા લસણની પેસ્ટ
સ્વાદ પ્રમાણે – મીઠૂં
2 ચપટી – અજમો
2 ચપટી – ભજીયા ખારો
1 ચમચી – જીરું
1 ચમચી – લાલ મરચું
1 ચમચી -ચીલી ફ્લેક્શ
જરુર પ્રમાણે – લીલા ઘાણા
સૌ પ્રથમ ફુલાવરને છૂટા પાડી લો, ત્યાર બાદ તેને એક ઉકાળો આવે ત્યા સુધી બાફીલો, આમ કરવાથી ફુલાવર થોડું પાકી પણ જશે અને સાફ પણ થઈ જશે, હવે આ ફુલાવરના પીસને પાણીમાં નીતારીલો.
એક બાઉલમાં ચણાનો લોટ ,ચોખાનો લો, આદુ-મરચા-લસણની પેસ્ટ, મીઠું, લાલ મરચિં,ચીલી ફ્લેક્શ,અજમો,જીરું અને લીલા ઘાણા એડ કરીલો.
હવે તેમાં ઘીરે ઘીરે પાણી નાખીને એક ઘટ્ટ બેટર તૈયાર કરીલો
હવે તેમાં સોડા ખેર એડ કરી તેના પર એક ચનચી ગરમ પાણી નાખીદો, ત્યાર બાદ બરાબર આ મિશ્રણ એકરસ કરીલો
હવે એક કઢાઈ માં તેલ ગરમ કરવા રાખો
તેલ ગરમ થાય એટલે ફુલાવરના એક એક પીસને બેસનના ખીરામાં બોળીને ભજીયાની જેમ બ્રાઉન થાય ચ્યા સપધી તળીસો
તૈયાર છે તમાપા ફુલાવરના ગરમા ગરમ પકોડા જેને તમે ગ્રીન ચટણી કે ટામેટા સોસ સાથે ખાઈ શકો છે.