Site icon Revoi.in

કિચન ટિપ્સ- દૂધી ન ભાવતી હોય તો આ દૂધીના રિંગ પકોડા કરો ટ્રાય, દૂઘી પણ લાગશે સ્વાદિષ્ટ

Social Share

સાહિન મુલતાનીઃ-

દૂધી આમતો ઘણા લોકોને નથી ભાવતી દૂધીનો હલવો ભાવે પરંતુ શાક ખાવામાં લોકો આનાકાની કરે છએ જો કે આજે આપણે એક સરસ મજાની દૂધીની રેસિપી જોઈશું જેનું નામ છે રિંગ પકોડા જે ખાતા જ તમને દૂધી ભાવતી થઈ જશે.

સામગ્રી

સૌ પ્રથમ દૂધીની છાલ કાઢીલો હવે તેને 2 2 ઈંચ જેટલી ગોળ ગોળ સમારીલો, હવે આ ગોળ ટૂકડાઓમાંથી દૂધીની અંદરનો જે ગર(ભાગ ) છે તેને ચપ્પુ વટે કાઢીને દૂધીની ખાલી રિંગ બનાવી દો.

હવે એક બાઉલમાં બાફેલા બટાકાને મેશ કરીને તેમાં મીઠું, લાલ મરચું , લીલા ઘાણા ,આદુ મરચાની પેસ્ટ અને સમારેલી ડુંગળી નાખઈને બરાબર મિક્ કરીલો, તમે તમારા સ્વાદ પ્રમાણે બીજા મસાલા એજડ કરી શકો છો.

હવે એક તપેલીમાં ગરમ પાણી કરીલો ત્યાર બાદ તેમાં દૂધીની રિંગને 5 થી 7 મિનિટ ઉકાળીલો.અને ત્યાર બાદ રીંગને કોટનના કટકા વડે કોરી કરીલો જેથી તેના પર પાણી ન રહે.

હવે જે બટાકાનો મસાલો તૈયાર કર્યો હતો તેને આ દૂધીની રિંગમાં સ્ટફ કરીને એક ગોળ પકોડાની જેમ તૈયાર કરીલો,આ રીતે બધી જ રિંગમાં મલાસો ભરીને કપોડા તૈયાર કરીલો

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખો, ત્યાર બાદ આ પકોડાને કોર્નફઅલોરની સ્લરીમાં ડબોળીને બ્રેડક્રમસ્માં કોટ કરીને ભર તેલમાં ક્રિસ્પી થાય તે રીતે તળીલો, તૈયાર છે દૂઘીના રિંગ પકોડા ખાવામાં ટેસ્ટી,