કિચન ટિપ્સઃ- સવારના નાસ્તામાં સાદા પરોઠા નથી ભાવતા તો અપનાવો પરાઠાને મસાલેદાર બનાવાની આ ટિપ્સ
સાહિન મુલતાની-
દરોરજ સવારે નાસ્તામાં શું બનાવવું આ વાત સૌ કોઈને સતાવે છે ખાસ કરીને કેટલાક ઘરોમાં ચા સાથે સાદા પરોઠા બનાવવામાં આવે છે પણ જો હવે કોઈ મેથી ભાજી વગર પણ પરોઠા ટેસ્ટી બનાવા હોય તો આજે તેની રીત જોઈશું
સામગ્રી
- 2 કપ ઘઉંનો લોટ
- અડઘો કપ ચણાનો લોટ
- 1 ચમચી – લીલા મરચાની પેસ્ટ
- 1 ચમચી – વાટેલું લસણ
- સ્વાદ પ્રમાણે – હરદળ અને મીઠું
- પા ચમચી – અજમો
- 1 ચમચી – અધકચરું વાટેલું જીરું
- 2 ચમચી – તેલનું મોણ
- 1 ચમચી – લીબુંનો રસ
- 1 ચમચી – દળેલી ખાંડ
સૌ પ્રથમ એક મોટા વાસણમાં બેસન અને ઘઉનો લોટ બરાબર મિક્સ કરી દો
હવે આ લોટમાં તેલનું મોણ નાખીને બરાબર મિક્સ કરી લો
હવે લોટમાં મીઠું અને હરદળ નાખી ફરી બરાબર મિક્સ કરો
ત્યાર બાદ આ લોટમાં અજમો, જીરુ , મરચાની પેસ્ટ, લસણની પેસ્ટ, લીબુંનો રસ , ખાંડ નાખઈને પાણી વડે લોટ બાંધીલો
હવે આ લોટના નાના નાના પરાઠા તૈયાર કરીને તલીમાં તેલ લગાવી બન્ને બાજુ પાકી જાય તે રીતે તળીલો તૈયાર છે મસાલેદાર પરાઠા