કિચન ટિપ્સઃ- કડવા કારેલા નથી ભાવતા તો હવે આ રીતે બનાવો કારેલા ચિપ્સનું શાક, બાળકો પણ આંગળી ચાટતા રહી જશે
સાહિન મુલતાનીઃ-
કારેલાનું નામ પડે એટલે સૌ કોઈના મોઢા બગડે કારણ કે કારેલાનો જે કડવો સ્વાદ છે તે ઘણા લોકોને પસંદ નથી પણ આજે જે કારેલાની રીત લઈને આવ્યા છએ તેકારેલા જો તમે બનાવશો તો તમારા ઘરના વડિલથી લઈને નાના નાના બાળકો પણ આંગળી ચાટતા રહી જશે બીજી મહત્વની વાત એ છે કે આ કારેલા બનાવવા માટે વધુ સામગ્રીની જરુર પણ પડતી નથી.તો ચાલો જાણી લઈને આ ચટિપ્સ કારેલાનું શાક કઈ રીતે બને છે.
સામગ્રી
- 250 ગ્રામ – કારેલા
- તળવા માટે – જરુર પ્રમાણે તે
- વધારવા માટે – 4 ચમચી તેલ
- 4 ચમચી – બેસન
- 2 ચમચી – ઘાણાજીરાનો પાવડર
- 1 ચમચી – લીબુંનો રસ
- 2 ચમચી – લાલ મરચાવો પાવડર
- સ્વાદ પ્રમાણે – મીઠું
- થોડા લીલા ઘાણા જીણાસમારેલા
- 1 ચમચી – મોરાશીંગદાણાને ક્રશ કરીને તેનો પાવડર
સૌ પ્રથમ કારેલાની છાલ કાઢીલો અને તેને વચ્ચમાંથી ઊભા બે ફાટા કરીલો ત્યાર બાદ તેમાંથી જે પણ બીયા કે ગર હોય તે કાઢીલો હવે ઊભા ચીરેલા ફાડામાં થી લાંબા લાંબા પાતળા કારેલાની ચિપ્સ કટ કરીલો હવે આ ચિપ્સમાં મીઠું નાખીને તેને 10 મિનિટ સુધી સાઈડમાં રહેવા દો
10 મિનિટ બાદ આ કારેલાને બરાબર હાથ વડે મસળીને ઘોઈલો ત્યાર બાદ બે સાદા પાણી વડે પણ ઘોવા જેથી ખારાશ નીકળી જાય
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખો તેલ બરાબર ગરમ થાય એટલે કારેલાની બધી ચિપ્સ બ્રાઉન થાય તે રીતે તળીને સાઈડમાં રાખી દો.
હવને એક કઢાઈ લો તેમાં તેલ લો તેલમાં જીરું લાલ કરો જીરું લાલ થાય એટલે તેમાં બેસન , હરગદળ, મીઠુંનાખીને 2 મિનિટ સાંતળીલો હવે જ્યારે બેસનની સુંગધ આવે કે બેસન શેકાય. ગયું છે એટલે તેમાં મોરા શીંદગાણાનો પાવડર લાલ મરચું અને ઘાણાજીરું પાવડર નાખીને લીબુંનો રસ એડ કરીને 1 મિનિટ સાંતળીલો
હવે 1 મિનિટ થવા આવે એટલે તરત કારેલાની તળેલી ચિપ્સ તેમાં નાખઈને બરાબર મિક્સ કરો હવે 2 મિનિટ કારેલાને ઢાંકીને થવાદો ત્યાર બાદ ગેસ બંધ કરીલો તૈયાર છે તમારા ચિપ્સ કારલા ઉપરછી લીલા ઘાણા નાખીને રોટલી સાથે કર્વ કરી શકો છો.