Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- શું તમને દૂધી નથી ભાવતી, તો હવે આ રીતે બનાવો દૂધીના કોફ્તાનું ટેસ્ટિ મસાલેદાર શાક

Social Share

ઘણા લોકોને દુધીનું શાક ભાવતું નથી પરંતુ દૂઘીનો હલવો કે પછી તેમાંથી બનાવેલી વાનગીઓ ભાવે છે, તો આજે દૂધીનું શાક બનાવાની એક એકગ રીત જોઈશું જે તમને ચોક્કસ ભાવશે જ

કોફ્તા બનાવા માટેની સામગ્રી

હવે સૌ પ્રથમ દૂધીની છીણમાં બટાકા ક્રશ કરેલા ઉમેરી દો, ત્યાર બાદ તેમાં અજમો, આદુ,મરચા અને લસણની પેસ્ટ એડ કરો, તેમાં બેસન એડ કરો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર એડ કરીને બરાબર મિક્સ કરીલો, ગોળ કોફ્તા બને તે રીતે તેનું મિશ્રણ બનવું જોઈએ જો જરા નરમ હોય તો વધુ બેસન જરુર પ્રમાણે એડ કરવું

હવે આ મિશ્રણમાંથી એક લરખા નાના નાના બોલ બનાવીને ભજીયાની જેમ બ્રાઉન થાય ત્યા સુધી તેને તળીલો,

સામગ્રી કોફ્તાનું શાક બનાવા માટે

 

હવે સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ લો, તેમાં જીરું લાલ કરો, ત્યાર બાદ તેમાં આદુ-લસણની પેસ્ટ એડ કરીને સાંતળી લો,

હવે તેમાં ડુંગળીની પેસ્ટ એડ કરીને તે બ્રાઉન થાય ત્યા સુધી સાંતળો પછી ટામેટાની પેસ્ટ  અને કાજુની પેસ્ટ એડ કરીલો

હવે આ પેસ્ટમાં લાલ મરચું. હળદર, મીઠું, ગરમ મસાલો અને કોફ્તા એડ કરીને તવીથા વડે બરાબર મિક્સ કરીલો

હવે તેમાં 1 કપ દૂધ અને એક ચમચી મલાઈ એડ કરીને ગેસની ફ્લેમ ઘીમી રાખી ગેસ પર6 થી 8 મિનિટ સુધી થવાદો

આટલી મિનિટ બાદગેસ બંધ કરી ઉપરથી લીલા ધાણા એડ કરીને પરાઠા અથવા રોટલી સાથે કોફ્તાનું શાક ટેસ્ટ કરો, સ્વાદમાં મજેદાર અને  દુઘી ન ભાવતી હશે તો પણ ભાવતી થઈ જશે