Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- જો દૂધીનું શાક નથી ભાવતું તો હવે આ રીતે બનાવો પંજાબી સ્ટાઈલમાં દૂધી પકોડાની સબજી

Social Share

 સાહિન મુલતાનીઃ-

દૂધી એવી વસ્તુ છે કે તેની વાનગીઓ બધાને ભાવે છે,જેમ કે હાંડવો, થેપલા, છોકળા મુઠીયા પણ જો શાક ખાવાની વાત આવે તો સો કોઈને તે ભાવતું નથી પણ આજે અલગ સ્ટાઈલમાં દૂધીનું શાક બનાવતા શીખીશું

 સામગ્રી દુધીને તળીને પકોડો બનાવા માટે

રીતઃ- સૌ પ્રથમ દૂધીને છોલી દો, હવે તેને ગોળ ગોળ આકારમાં સ્લાઈસ સમારીલો.

હવે એક વાટકામાં બેસન લો, તેમાં અજમો,સોડાખાર, મીઠું. લીલા મરચાની પેસ્ટ અને ગરમ મસાલો નાખીને જરુર પ્રમાણે પાણી નાખીને ઘટ્ટ ખીરું તૈયાર કરીલો

હવે બેસનના ખીરામાં દૂઘીની ગોળ સમારેલી સ્લાઈસને કોટીન કરીને ભજીયાની જેમ બ્રાઉન  થાય તે રીતે તળીલો

આ રીતે આખી દૂધીની સ્લાઈસને બેસનમાં ડુબાળીને તળીને સાઈડમાં રાખીલો

સામગ્રી – શાક બનાવવા માટે 

સૌ પ્રથન એક કઢાઈમાં 4 ચમચા તકેલ ગરમ કરીને તેમાં જીરુ અને આખો મસાલો એડ કરીદો.

હવે તેમાં ડુંગળી એડ કરીદો, જુંગળી બ્રાઉન થઈ જાય એટલે તેમાં ટામેટાની પેસ્ટ, આદુ અને લસણની પેસ્ટ એડ કરીને મીઠું, હરદળ તથા લાલ મરચું એડ કરીલો હવે આ ગ્રેવીને ઘીમા તાપે બરાબર સાંતળીલો, 

હવે આ ગ્રવીમાં 2 ચમચી મલાઈ અને દૂધ એડ કરીને થોડી વાર િકાળવા દો હવે ગ્રેવી ઉકળવા લાગે એટલે તેમાં તૈયાર કરેલા દૂધીના પકોળા છોડીદો અને 2 મિનિટ પછી ગેસ બંધ કરીલો

તૈયાર છે દૂધી પકોડાની આ પંજાબી સ્ટાઈલ સબજી તમે પરોઠા, મેંદાની રોટી કે બ્રેડ સાથે ખાઈ શકો છો,ગાર્નિશ માટે ઉપરથી લીલા ઘણા એડ કરીલો