સાહિન મુલતાનીઃ-
રિંગણની ઘણી બધી વાનગીઓ બનતી હોય છે જો કે રિંગણ બટાકાનું શાક તો આપણે રેગ્યુલર ખાતા હોઈએ છીએ આજે રિંગણની મસાલેદાર વાનગી ટ્રાય કરીશું ,જેનું નામ છે રિંગણના કોફ્તા કરી જે ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે બનાવામાં પમ સરળ છે
સામગ્રી – રિંગણના કોફ્તા બનાવા માટે
- 4 નંગ મોટા – રિંગણ
- 4 ચમચી – બેસન
- 2 ચમચી – આદુ મરચાની પેસ્ટ
- સ્વાદ પ્રમાણે – મીઠું
- જરુર પ્રમાણે – હરદળ
- પા – ચમચી અજમો
- તળવા માટે – તેલ
-
સૌ પ્રથમ રિંગણની છાલ કાઢીલો, ત્યાર બાદ રિગંણને છીણીમાં છીણીલો, હવે આ છીણને બન્ને હાથમાં બદાવીને પાણી કાઢીલો, હવે રિંગણની છીણમાં બેસન , મીઠુ, આદુ-મરચાની પેસ્ટ, હરદળ ,અજમો નાખીને બરાબર મિક્સ કરીલો. હવે જો જરુર જણાય તો થોડું બેસન એડ કરજો ,ત્યાર બાદ એક કઢાઈમાં તેલ ગરમ કરો અને તેલ ગરમ થાય એટલે નાના નાન ગોળ કોફ્તા તળીલો, હવે આ કોફ્તાને સાઈડમાં રાખી દો
ગ્રેવી બનાવાની સામગ્રી
- 2 નંગ – ડુંગળી (જીણી જીણી સમારીલો)
- 1 નંગ – ટામેટૂ ( ટામેટા છીણીલેવા)
- 3 ચમચી – દહીં
- 1 ચમચી – જીરું
- 2 ચમચી – કાશ્મીરી લાલ મરચું
- જરુર પ્રમાણે – હરદળ
- સ્વાદ પ્રમાણે – મીઠું
- 2 ચમચી – લીલા ધાણા
- 1 ચમચી – આદુ લસણની પેસ્ટ
- 4 ચમચા – તેલ
એક કઢાઈમાં તેલ ગરમ કરો ત્યાર બાદ તેમાં ડુંગળી અને જીરું સાંતળો, ત્યાર બાદ આદુ લસણની પેસ્ટ એડ કરીને બરાબર સાંતળી લો
હવે તેમાં મીઠું, હરદળ અને લાલ મરચું એડ કરીને બરાબરમિક્સ કરી દો હવે તેમાં છીણેલા ટામેટા એડ કરીદો ત્યાર બાદ બરાબર સાતંળી લો હવે તેમાં તેલ છૂટૂ પડે અટલે અડધો ગ્લાસ પાણી નાખઈને બરાબર ઉકાળઈ લો ત્યાર બાદ તૈયાર કરેલા રિંગણના કોફ્તા એડ કરીદો.
હવે તેમાં દહીં પણ એડ કરીને બરાબર મિક્સ કરીલો દહી અને કોફ્તા એડ કરીને ઢાકીને 8 થી 10 મિનિટ થવા દો હવે પાણી બળી જશે અને ગ્રેવી થઈ જશે એટલે તેમાં લીલા ઘાણા એડ કરીને પરાઠા કે રોચલી અથવા રાઈસ સાથે સર્વ કરી દો તૈયાર છે રિંગણના કોફ્તાનું શાક.