કિચન ટિપ્સઃ- પાલક નથી ભાવતી તો હવે બટાકા સાથે આ રીતે બનાવો આલુ-પાલકનું લસણીયા શાક
સાહિન મુલતાનીઃ-
પાલકની ભાજી આમતો ખાવામાં ખૂબ હેલ્ધી ગણાય છે પણ ઘણા લોકોને એકલી પાલક ખાવી ગમતી નથી તો આજે પાલક અને બટાકાના લસણીયા શાકની રીત જોઈશું આ શાક ખૂબ જ ટેસ્ટી હો છે તો ચાલો જોઈએ કેવી રીતે બને છે આ શાક
સામગ્રી
- 1 પડી – પાલક (સાફ કરીને જીણી સમારીની પાણી વડે ઘોઈ લેવી)
- 250 ગ્રામ – બાફેલા બટાકા ( ભાપીને જીણા ટૂકડા કરી લેવા)
- 1 નંગ – ડુંગળી જીણી સમારેલી
- 2 નંગ – ટામેટા જીણા સમારેલા
- 2 નંગ – લીલા મરચા જીણા સમારેલા
- 4 ચમચી – વાટેલું લસણ
- 2 ચમચી – કાશ્મીરી લાલ મરચું
- જરુર પ્રમાણે -હળદર
- સ્વાદ અનુસાર – મીઠુ
- 1 ચમચી – ઘાણા જીરુ
- 4 ચમચા – તેલ
- 1 ચમચી -જીરુ
સૌ પ્રથમ બટાકાને બાફીને છાલ કાઢીને એક સરખા ચોરસ ટૂકડાઓ સમારીલો
હવે એક કઢાઈમાં તેલ અને જીરુ લાલા કરો ત્યાર બાદ તેમાં સમારેલી ડુંગળી અને લસણ અને લીલા મરચા એડ કરીને બ્રાઉન થાય ત્યા સુધી સાતળીલો
હવે આ ડુંગળીમાં ટામેટા ,મીઠુ અને હરદળ એડ કરીને પાલકની ભાજી એડ કરીદો,હવે તેમાં લાલ મરચું નાખી દો ત્યાર બાદ ગેસની ફ્લેમ ઘીમી કરીને 4 થી 5 મિનિટ કઢાઈ પર ઢાકણ ઢાકીને પાલકને પાકવાદો
ત્યાર બાદ હવે તેમાં બાફેલા સનમારેલા બટાકા એડ કરીને બરાબર મિક્સ કરો, હવે તેમાં 1કપ પાણી નાખીને 10 મિનિટ સુધી શાકની કઢાઈ ગેસ પર જ ઘીમા તાપે રાખઈદો, હવે 10 મિનિટ બાદ શાકમાં ઘાણાજીરુ નાખીને શમિક્સ કરી શાકને ગેસ પરથી ઉતારીલો
તૈયાર છે લસણીયા પાલક બટાકાનું ટેસ્ટી શાક, પરાઠા સાથએ કે રોટી સાથે આ શાક ખાઈ શકો છો.