Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- જો તમે બાળકોને મેંદો ખવડાવવા નથી માંગતા તો રોટલીમાંથી બનાવો આ વેજી રોલ

Social Share

સાહિન મુલતાનીઃ-

આપણા દરેકના ઘરમાં રોટલી રોજેરોજ બનતી હોય છે.ઘણી વખત રોટલી બચી પણ જોય છે આ રોટલી વાસી હોય એટલે આપણે ખાતા નથી પણ જો તે જ રોટલીમાથી કઈક નવી વાનગી બનાવીએ તો બાળકોથી લઈને મોટાઓ પણ હોંશે હોંશે ખાય છે તો આજે આ રોટલીમાંથી વેજ રોલ બનાવીશું જે ઝટપટ બની જશે અને ખાવામાં ટેસ્ટી લાગશે.

સામગ્રી

રોટલી જેટલી હોય તે પ્રમાણમાં સામગ્રી લેવી

સૌ પ્રથમ એક કઢાઈલો તેમાં તેલ ગરમ કરીને જીરું નાખી લીલો મસાલો સાંતળી લો ત્યાર બીટ સિવાયના જરેક શાકભાજી નાખઈને અધકચરા ચઢી જાય તે રીતે સાંતળઈને ગેસ બંયદ કરીદો

સૌ પ્રથમ રોટલીને તવી પર તેલ લગાવીને બ્રાઉન થાય ત્યા સુધી તલી લો

હવે રોટલી પર ટામેટા કેચઅપ બરાબર સ્પ્રેડ કરીલો

હવે તેના પર ગ્રીન ચટણી પણ ચમચી વડે સ્પેરડ કરી લો
હવે તેના પર શાકભાજી લો ત્યાર બાદ બીટ પણ નાખો.
હવે આ રોટલીનો રોલ વાળી લો ત્યાર બાદ રોલની ફળી તળીમાં ઓછા તેલમાં દરેક બાજુ શેકીલો તૈયાર છે વેજ રોટી રોલ