કિચન ટિપ્સઃ લારી જેવી જ દાબેલી ખાવાનું મન થાય અને તરત બનાવી હોય તો જોઈલો બટાકાનો માવો બનાવાની સૌથી ઈઝી રીત
સાહિન મુલતાનીઃ-
દાબેલી વડાપાવ જેવા જંક ફૂડ ભારતમાં ખૂબ ખવાય છે આ સાથે જ ગૃહિણીઓ ઘરે પણ તેને બનાવાનું પસંદ કરે છે જો તમને પણ દાબેલી બનાવવી હોય તો મેઈન સ્વાદ તેના મસાલામાં રહેલો છે આ માટે બસ બટાકાનો સમાલો કેવી રીતે બનાવાનો હોય તે રીત જોઈએ.
સામગ્રી
- 500 ગ્રામ – બાફેલા બટાકા
- 4 ચમચી – તેલ
- 1 ચમચી – જીરુ
- 4 ચમચી – ટામેટાનો સ્વિટ સોસ
- સ્વાદ પ્રમાણે – મીઠું
- અડધી ચમચી – ગરમ મસાલો
- 1 ચમચી – લાલ મરચાનો પાવડર
- 2 ચમચી – જેટલા લીલા ઘાણા
- 1 ચમચી – સુકા ધાણા અધકચરા વાટેલા
- ઉપરથી નાખવા માટે દાડમના દાણા અને બેસનની જીણી સેવ
સૌ પ્રથમ બટાકાને બાફઈને છાલ કાઢી લો, ત્યાર બાદ બટાકાને ચમા વડે તોડીને ક્રશ કરીલો.
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરીને જીરું લાલ કરો તેમાં સુકા ઘાણા લીલા ઘાણા ગરમ મલાસો ટામેટા સોસ, લાલ મરચું નાખીને 1 મિનિટ સાંતળી લો ત્યાર બાદ તેમાં બટાકાનો છુંદો નાખઈને બરાબર મિક્સ કરી,ો
હવે આ બટાકાના માવાને ટેસ્ટ કરીને તમારા સ્વાદ પ્રમાણે તેમાં મરચું મીઠું વધ ઘટ કરી શકો છો. આ દાબેલીનો માવો તરત બની જાય છે અને ખાવામાં ટેસ્ટી પણ લાગે છે.