Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- પનીર ખાવાનું  મન થયું છે અને ઘરમાં પનીર નથી તો હવે બેસનની મદદ થી આ રીતે બનાવો પનીર મસાલાનું શાક

Social Share

સાહિન મુલતાનીઃ- 

સામગ્રી બેસનનું પનીર બનાવા માટે 

સૌ પ્રથમ ચણાના લોટને એક બાઉલમાં લઈલો ત્યાર બાદ તેમાં જરુર પ્રમાણે પાણી ઉમેરતા જાવો અને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો તેમાં મીઠું 2 ચમચી તેલ અને લીલા મરચાની પેસ્ટ ઉમેરીને મિક્સ કરીલો હવે જે રીતે સ્ટિમ પર ઢોકળા બાફીએ તે રીતે તેને બાફઈલો અને ચોરસ સાઈઝમાં કટ કરીલો તૈયાર છે બેસનનું પનીર હવે જોઈએ તેનું શાક બનાવાની રીત

શાક બનાવા માટેની સામગ્રી

સૌ પ્રથમ એક કઢાઈ લો તેમાં જીરું અને ડુંગળીને સાંતળીલો ડુંગળી બ્રાઉન થઆય ત્યા સુઝી સાતંળો

ત્યાર બાદ તેમાં આદુ લસણની પેસ્ટ અને ચોમેટો પ્યુરી એડ કરીને તેને 2 મિનિટ સુધી ઘીમી ગેસની ફઅલેમ પર થવાદો હવે તેમાંથી તેલ છૂટવા લાગે ત્યા સુધી થવાદો.

ત્યાર બાદ તેમાં  મીઠું, લાલ મરચું , કસ્તુરી મેથી, તજ, લવિંગ અને મરી એડ કરીદો

હવે બેસનના જે ચોરસ ટૂકડા હતા તેને આ ગ્રેવીમાં મિક્સ કરીને 2 કપ પાણી એડ કરી 5 મિનિટ સુધી િકાળી લો

હવે શાક ઉકળવા લાગે એટલે તેમાં ફ્રેશ મલાી પણ એડ કરીદો, હવે 2 મિનિટ બાદ ગેસ બંધ કરીદો અને ઉપરથી લીલા ઘાણા વડે સર્વ કરો તૈયાર છે પનીર વિના નું પનીરનું ટેસ્ટી શકા.