Site icon Revoi.in

 કિચન ટિપ્સઃ-ચોમાસામાં ગરમા ગરમ કંઈક ખાવાનું મન થાય તો બનાવો ચોખા અને દાળના આ ટિક્કી વડા

Social Share

સાહિન મુલતાની –

ચોમાસામાં મેથીના ગોટા, ભજીયા પકોડા જેવું તેલમાં તળેલું ગરમા ગરમ ખાવાનું મન થાય છે અને એમા પમ જો તીખી ખાટ્ટી ચટણી અને તળેલા મરચા મળી જાય તો મજા બમણી થઈ જાય. તો આજે એક આ જ રીતે એક દાળ ચોખાના ટિક્કી વડા બનાવીશું જે ખાવાની ખૂબ મજા પડી જશે ટેસ્ટી અને ક્રિસ્પી પણ હશે.

સામગ્રી

સૌ પ્રથમ 4 કલાક પહેલા અથવા તો રાત્રે ચોખા,ચણાની દાળ અને અળદની દાળને ડૂબતા પાણીમાં પલાળી દો હવે સવારે અથવા 4 કલાક બાદ તેને પાણીમાંથી કાણાવાળા વાસણમાં કાઢી નિતારીલો અને મિક્સરમાં અધકચરી રહે તે રીતે ક્રશ કરીલો.

હવે દાળના મિશ્રણને એક બાઉલમાં લઈલો ત્યાર બાદ તેમાં તેલ મીઠું અને ભજીયા ખારો નાખીને બરાબર 1 મિનિટ સુધી મુક્સ કરીદો

હવે તેમાં લસણની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, લાલ મરચું, લીંબુનો રસ ,ખાંડ અને તલ નાખીને બરાબર મિક્સ કરીલો.

હવે એક વાટકી પર એક કટકો બાંધી દો ત્યાર બાદ કઢાઈમાં તેલ ગરમ કરવા રાખીગદો

હવે દાળનું જે મિશ્રમ છે તેમાંથી એક વડુ બને તેટલું મિશ્રણ લઈને વાટકી પર પાણી લાગી તેના પર રાખીને હાથ વડે ચપટા વડા તૈયાર કરીને ડાયરેક્ટ તેને તેલમાં નાખીદો આ રીતે કઢાઈમાં આવે તેટલા વડા નાખીને તળીલો

બધા વડા ક્રિસ્પી થાય તે રીતે તળો તૈયાર છે તમારા વડા જેને ચટણી તળેલા મરચા ડુંગળી કે ટામેટા કેચઅપ સાથે સર્વ કરો