કિચન ટિપ્સઃ- રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં દાલફ્રાય બનાવી છે તો જોઈલો આ પરફેક્ટ અને ઈઝી રેસિપી
- લીલી મેખીની ભાજી વાળી બનાવો દાળ
- ખાવામાં સ્વાદિષ્ટ અને હેલ્ઘી પણ
ઠંડીની મોસમ આવતાની સાથે જ ગરમા ગરમ ભોજનની મજા સૌ કોઈને ગમે છે, આ સાથે જ પોષ્ટિક આહાર લેવાથી શરીર તંદુરસ્ત પણ બને છે, એમા પણ દાળ કઠોળ આહારમાં લેવાથી શરીરને પુરતા પ્રમાણમાં પોશષક તત્વો મળી રહે છે, ત્યારે આજે વાત કરીશું હગરમા ગરમ મગની દાલ ફ્રાય બનાવવાની, જે ખુૂબ ઓછી મિનિટમાં બની જશે અને હેલ્ઘી તથા ટેસ્ટી પણ લાગશે.
આમતો મગની દાળ સૌ કોઈને ભાવતી હોતી નથી ,જો કે આજની આ મેથી વાળી નગની દાળ જો તમે ટ્રાય કરશો તો તમને ચોક્કસ ભાવશે.
સામગ્રી
- મગની દાળ- 1 કપ ( બાફીલેવી)
- અડધો કપ – લીલી મેથીની ભાજી (જીણી સમાલેરી)
- 1 નંગ – ડુંગળી ( જીણી સમારેલી)
- 1 નંગ – ટામેટૂં (જીણુ સમારેલું)
- 10 થી 25 કળી લસણ – (જીણુ સમારેલું)
- 1 ચમચી – લાલ ચરચું
- 1 ચમચી – જીરુ
- સ્વાદ પ્રમાણે – મીઠું
- જરુર પ્રમાણે – હરદળ
- 4 નંગ – લીલા મરચા
- તેલ – જરુર પ્રમાણે
મેથી લાદ ફ્રાય બનાવાની રીતઃ- સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ થવાદો, તેમાં જીરુ, ડુંગળી લીલા મચરા બે ફાડા કરેલા અને લસણ લાલ કરો.
હવે તેમાં ટામેટા એડ કરીને મીઠું, લાલ મરચું, હરદળ એડ કરીને બરાબર સાંતળી લો, હવે તેમાં લીલી ભાજી પણ એડ કરીલો.
હવે 3 થી 4 મિનિટ બાદ તેમાં બાફેલી મગની દાળ પણ એડ કરીને જરુર પ્રમાણે થોડું પાણી એડ કરીલો.
હવે દાળને 8 થી 10 મિનિટ સુધી ઇકાળી લો, તૈયાર છે ગરમા ગરમ મેથીની ભાજી વાળી દાલ ફ્રાય જે ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ લાગશે અને હેલ્ધી તો ખરી જ,