Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- જો ઓછી મહેનતમાં ઘરે દાલ-બાટીની બાટી બનાવી હોય તો અપનાવો આ ટિપ્સ

Social Share

 

સામાન્ય રીતે દાલ બાટી રાજસ્થાની ખોરાક છે જો કે શિયાળામાં આ ડિશ આપણા ગુજરાતીો પણ ખૂબ ખાતા હોય છે , જો કે દરેકને એક જ સમસ્યા હોય છે કે બાટીને શેકવી કઈ રીતે, ઘરે દાલ બાટી બનાવવી હોય તો દાલ તો સરળ રીતે બની જાય છે પરંતુ બાટીને શેકવી, કોલસામાં કે ભટ્ટામાં શેકવાની ઝંઝટ હોવાથી મોટો ભાગની ગૃહિણીઓ તેને ઘરે બનાવવાનું ટાળતા હોય છે, જો કે આજે આપણા બાટી બનાવવાની સરળ રીત જોઈશું તેમાં ભટ્ઠા કે કોલસાની પણ જરુર નહી પડે અને આપણા ઘરના સાદા કિચનમાં જ સરળતાથી બની પણ જશે.

બાટી બનાવવા માટે માત્ર 3 વસ્તુ જ જોઈએ છે,

બાટી બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં આ લોટ લઈલો, તેમાં ચોથા ભાગના તેલનું મોળ નાખો( મોળનું પ્રમાણ  એટલું રાખવું કે તે લોટને મુઠ્ઠી વાળીને જોવો કે કે બરાબર તેલમાં બંઘાઈ જાય છે), ત્યાર બાદ લોટ અને તેલને હાથ વડે બરાબર મિક્સ કરો, હવે તેમાં અડધી ચમચી અજમો અને સ્વાદ પ્રમાણે મીચૂ એડ કરીને પાણી વડે કડક લોટ બાંઘી લો,

હવે આ લોટના નાના નાના લૂઆ કરીલો, ત્યાર બાદ દરેક લૂઆને ચારથી 5 વખત અંદર અંદર ગોળ ગોળ વાળઈ લો, હવે 6ઠ્ઠૂ વખત ગોળ આકાર આપીને તેના પર ચોકડી જેવી નિશાની કરી લોજેથી બાટી અંદરથી બરાબર પાકી જા.

હવે એક કઢાઈમાં તેલ ગરમ થવાદો, ત્યાર બાદ આ બાટીને બરાબર તળીલો, હવે તળાઈ ગયા બાદ ગેસની ફ્લેમ પર બાટીને ઘીમા તારે બન્ને બાજૂ 2 2 મિનિટ થવાદો જેથી તેનો સ્મોકી ટેસ્ટ આવશે, અને બાટી શેકેલી હોય તેવો સ્વાદ લાગશે, આ સાથે જ વધારાવું ઓઈલ પણ બળી જશે. હવે બાટી શકેયા જાય એટલે તેને દેશી ઘીમાં પલાળીને તરત કાઢીલો તૈયાર છે ઘરની બાટી,જે બહાર જેવી જ બનશે