Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- વરસાદની સિઝનમાં ગરમા ગરમ લીલા વટાણા – લસણની ચટાકેદાર કચોરી બનાવી હોય તો જોઈલો આ રીત

Social Share

સાહિન મુલતાનીઃ-

આપણે સૌ કોઈએ કચોરી તો ઘણી ખાઘી હશે પણ આજે તમને લસણની ચટાકેદાર કચોરી બનાવાની રીત શીખવાડીશું આ કચોરી ખાતા જ તમને તીખો ટેસ્ટ આવશે અને ખાસ વરસતા વરસાદમાં આ કચોરી ખાવાની મજા બમણી બની જાય છએ.

પહેલું સ્ટેપઃ- કચોરી બનાવા માટે પહેલા મેંદાની પુરી વણી લેવી જે માટે 1 નાનો વાટકો મેંદામાં સ્વાદ પ્રમાણે મીઠૂં, 3 ચમચી તેલનું મોળ નાખીને પાણી વડે લોટ બાંધી લેવો,લોટ થોડો કઠણ રાખવો કારણ કે થોડી વખત આમજ રહેવાથી તે નરમ થઈ જશે.

કચોરી બનાવા માટેની સામગ્રી

કચોરી બનાવવાની રીત

પહેલા એક વાસણમાં પાણી લો તેમાં વટાણા નાખઈને 8 થી 10 મિનિટચ સુધી બાપીલો ત્યાર બાદ તેને પાણીમાંથી કોરો કરીને તેને મિક્સરમાં અઘકચરા વાટીલો

ત્યાર બાદ હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો, તેમાં રાય ફોડો અને જીરું સાતંળી તેમાં કઢી લીમડો એડ કરીને હિંગ, લીલા મરચાડઆદુની પેસ્ટ  અને લસણ પેસ્ટ કરીલો, હવે તેને બરાબર સાંતળો, ત્યાર બાદ તેમાં મીઠું,તલ પણ નાખી દો હવે 1 મિનિટ બાદ તેમાં ક્રસ કરેલા વટાણા એડ કરીને બરાબર ફેરવતા રહો, દાણા બરાબર પાકી ન જાય ત્યા સુધી કઢાઈમાં તવીથા વડે ફેરવો.

હવે કઢાઈને ઉતારીલો, ત્યાર બાદ તેમાં સીંગદાણાનો ભૂખો ,લીલા કોપરાની છીણ, લીબુંનો રસ, ખાંડ અને ગરમ મસાલો નાખીને બરાબર મિક્સ કરીલો હવે તે ઠંડુ પડી જાય એટલે તેમાંથી એક સરખી સાઈઝના નાના નાના બોલ બનાવીને તૈયાર કરી દો.

હવે જે મેંદાની કણક તૈયાર કરી હતી તેમાંથી નાની નાની સાઈઝની પુરીઓ તૈયાર તરીલો પુરીની સાઈઝ નાની અને પાતળી રાખવી ત્યાર બાદ જે વટાણાના સ્ટફિંગના બોલ બનાવ્યા હતા તેને પુરીમાં લઈને ગોળ કચોરી ટાઈપ વાળઈ લો

હવે એક કઢાઈમાં કચોરી તળવા માટે તેલ ગરમ કરવા રાખો તેલ ગરમ થાય ઠેલે તેમાં આ રીતે બધી કચોરી તૈયાર કરીને તેલમાં તળીલો તૈયાર છે લીલા વટાણાની કચોરી હવે તમે આ કચોરી સોસ સાથે તીખી ચટણી સાથે ખાય શકો છો.