Site icon Revoi.in

કિચન ટિપ્સઃ જો તમારી રસોઈમાં ભાત કે ખિચડી વધી જાય છે તો તેનો પેટિસ બનાવામાં કરીલો ઉપયોગ, આ રીતે બને છે ક્રિસ્પી ટેસ્ટી વાનગી

Social Share

સાહિન મુલતાનીઃ-

સામાન્ય રીતે આપણી રસોઈમાં ક્યારેક વધ તો ક્યારે ઘટ થતી હોય છે, જો ઘટ થાય તો આપણે બીજી બનાવી લેતા હોય છેપણ વધી જાય ત્યારે તેમાં પણ જો ખાસ કરીને ખિચડી કે ભાત વધી જાય ત્યારે ગૃહિણીઓની ચિંતા પણ વધી જાય છે, કેટલીક ગુહિણીઓ આ વધેલા ભાત કે ખિચડીને ફેંકી દે છે, પરંતું આટલી મોંધવારીમાં રાઈસનો બગાડ થાય તે કેમ કેમ પોસાઈ, પૈસા કનમાતા ખૂબ મહેનત થાય છે અને મહેનતનું ક્યારેય ફેંકવું ન જોઈએ, એમા પણ અન્નનો બગાડ કરવો યોગ્ન ન કહોવાય, તો ચાલો જોઈએ આ ભાત કે વધેલી ખિચડીનું શું કરી શકાય.

આજે આપણે વધેલા રાઈસની આઈટમમાંથી ટેસ્ટિ ક્રિસ્પિ રાઈસ વડા બનાવતા શીખીશું, જે ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ હશે અને ઓછી મહેનતમાં બની પણ જશે.

સામગ્રી-

 

સૌ પ્રથમ ભાત કે ખિચડી વધી હોય તેને હાથ વદે બરાબર મિક્સકરીલો, ક્રશ કરીલો, હવે તેમાં ડુંગળી, લીલા મચરા,જીરુ, મેગી મસાલો,મીઠું,સમારેલું લસણ, લીલા ઘાણા, બેસન, કોર્ન ફ્લોર અને ચિલી ફ્લેક્શ નાખીને હાથ વડે બરાબર મિક્સ કરો, અને વડા વાળીને ટ્રાય કરો, જો વડા ન વળતા હોય તો તેમામં જરુર પ્રમાણે કોર્ન ફ્લોર કે ચોખાનો લોટ નાખો, બેસનની માત્ર ખાલી સ્વાદ પુરતી જ રાખવી, હવે તેના ચપટા વડા બનાવીને ડિપ ફ્રાય કરીલો, આ વડા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ અને ખાવામાં ખૂબજ સ્વાદિષ્ટ બનશે.આ વડા તમે ગ્રીન ચટણી અને ટામેટા સોસ સાથે ખાઈ શકો છો.