Site icon Revoi.in

કિચન ટિપ્સઃ જો તમારા ભોજનમાં મસાલો વધુ પડી ગયો હોય તો હવે ચિંતા છોડો ,અપનાવો આ ટિપ્સ

Social Share

સાહિન મુલતાની

 

સામાન્ય રીતે મહિલાઓ રસોઈમાં માહીર હોય છે, પોતાના કિચનમાં અવનવા પકવાન ,વાનગીઓ બનાવી પરિવારને ખુશ કરતી હોય છે, પરંતુ આ ભાગદોળ વાળા જીવનમાં અને પરિવારની દેખરેખ રાખવાની હાયબડીમાં ક્યારેક રસોઈમાં ફેરફાર થઈ જતો હોય છે, ક્યારેક કામના પ્રેશરમાં આવીને રસોઈમાં મીઠું કે મરચું વધુ પડી જતું હોય છે, જો કે આવું થાય તો ચિંતા કરવાની બિલકુલ પણ જરુર નથી, આજે તમને જણાવીશું કે જો તમારી રસોઈમાં મીઠું-મરચું વધુ પડી જાય તો શું કરવું.

 

દાળ,રસાવાળું શાક અને કઢી માટે અપનાવો આ ટ્રીક

જો દાળ, શાક કે કઢીમાં મીઠાંનું પ્રમાણ વધી જાય ત્યારે ચિંતા કર્યા વિના ઘંઉનો લોટ થોડો બાંધી લેવો. ત્યાર બાદ તેના નાના નાના લુઆ બનાવી દો, એકદમ નાના લુઆ બનાવવા , ત્યાર બાદ જે તે શાક કે કઢીને ગેસ પર ઘીંમી આંચે મુકીને તેમાં આ ઘંઉના લોટની ગુલ્લીઓ નાખીને 5 મિનિટ ઉકાળવું, જેનાથી વધારે મીઠું હશે તે આ લોટમાં શોશાઈ જશે અને તમારી રસોઈ ખાવા લાયક બની જશે.

કોરા શાક માટે અપનાવો આ ટ્રીક

આ લુઆ વાળી ટ્રીક તો રસાવાળા શાક અને દાળ કઢી માટે હતી, પણ જો કોરા શાકમાં મીઠૂં વધી જાય ત્યારે શું કરવું એ સવાલ તમારા મનમાં ચોક્કસ થતો હશો, આવા સમયે તમારા કોરા શાકને કઢાઈમાં ગરમ કરવા રાખવું અને તેમાં 2 થી 3 ચમચી બેસન ઉમેરીને બરાબર ગરમ કરી લેવું, જેથી તમારા શાકમાંથી ખારાશ ગાયબ થઈ જશે, અને શાક ખાવા લાયક બની જશે, અને બેસનનો સ્વાદ પણ શાકના સ્વાદમાં વધારો કરશે.

આ સાથે જ જો કોઈ એવું શાક હોય કે જે બેસન સાથે શૂટ ન થાય ત્યારે આવા શાકમાં બટાકાની કાતરી કરીને શાકની વચ્ચે વચ્ચે ગોઠવીને શાકમાં મિક્સ કરી દેવી જેથી વધારાનું મીઠું બટાકાની કાતરી શોશી લેશે.જેમ કે ફ્લાવર, કોબી, ભાજી, પર્વત,ટિંડોળા, કંટોળા આ બધા શાક જડો ખારા થાય તો તેમાં બટાકાની કાતરી એડ કરી શકો છો.

મરચું વધારેપડી જાય ત્યારે શું કરવું- જાણો

જો કોઈ પમ દાળ કે શાકમાં મરચું વધારેપડી જાય ત્યારે કંઈજ કરવાનુંવહોતું નથી માત્ર જે તે શાક કે દાળમાં 1 ચમચી લીંબુનો રસ ઉમેરવાનો હોય છે, લીંબુની ખટાશ તીખાશને કાપે છે, જેથી લીબુંના રસથી તમારી રસોઈ તીખી હશે તો પણ બેલેન્સ થઈ જશે, આ સાથે જ લીબુંના ઓપ્શનમાં તમે આંબલીનો પલ્પ પણ એડ કરી શકો છો, અને જો શાક ખટ્મિઠું કરવું હોય તો થોડી ખાંડ કે ગોળ ઉમેરી શકો છો, તમારા ટેસ્ટ મુજબ તમે તીખા શઆકને બરાબર ખાવા લાયક કરી શકશો.