કિચન ટિપ્સ જો તમને અવનવા ચાટ ખાવાનું પસંદ છે તો આ ચાટ કરો ટ્રાય
સાહિન મુલાતનીઃ-
આપણે અનેક પ્રકારના ચાટ તો ખાધા જ હશે પરંતુ ટામેટા સ્લાઈસનો ા ચાટ તમે કદાચ પહેલી વાર ખાશો, તેના માટે આ તદ્દન ઈઝી રેસિપી જોઈલો જે બેઝિક સામગ્રીમાંથી બને છે અને તમારા બાળકો માટે પણ હેલ્ધી હોય છે.
સામગ્રી
- 3 નંગ – ટામેટા
- જરુર પ્રમાણે – સેવ
- જરુર પ્રમાણે – લીલા ધાણા
- 4 ચમચી – ફૂદીના ધાણાની ગ્રીન ચટણી
- 1 ચમચી – ચાટ મસાલો
- 1 ચમચી – શેકાલા જીરાનો પાવડર
- 4 ચમચી- ગોળ આમલીની ઘટ્ટ ચટણી
- 4 ચમચી – તીખો મીઠ્ઠો ચેવડોટોમેટો સ્લાઈસ ચાટ બનાવાની રીત
સૌ પ્રથમ ટામેટાના ઉપરથી ડિચા કાઢીલો, હવે ટામેટાની ગોળ ગોળ સ્લાઈસ થોડી જાડી સાઈઝમાં સમારીલો
હવે એક મોટી પ્લેટ લો તેમાં ટામેટાની સ્લાઈસને ગોઠવી દો.
હવે આ સ્લાઈસ પર ચાટ મસાલો ભભરાવો, ત્યાર બાદ શેકેલા જીરાનો પાવડર ભભરાવો.
હવે ટામેટા ની ઉપર થોડી થોડી ગ્રીન ચટણી એડ કરો ત્યારે બાદ તેના પર ગોળ આમલીની ચટણી પણ એડ કરો
હવે આ ટામેટાની સ્લાઈસની ઉપર સેવ ભભરાવી દો ત્યાર બાદ લીલા ધાણા પણ ભભાવી દો, ત્યાર બાદ લાસ્ટમાં તીખ્ખો મીઠ્ઠો ચેવડો ટામેટાની સ્લાઈસ પર ભરપુર એડ કરીદો તૈયાર છે તમારો હેલ્ધી ટામેટા સ્લાઈસ ચાટ