Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- જો તમને તલ પસંદ છે તો હવે તેની આ સ્વિટ ડિશ ઘરે જ બનાવો , ઈઝી બની પણ જશે અને ખાવાની પણ મજાવશે

Social Share

સાહિન મુલતાનીઃ-

આપણે સૌ કોઈ પોતાના ઘરે અનેક પ્રકારના પાક લાડુ કે સ્વિટ બનાવતા હોઈએ છીએ ખજૂર પાકથી લઈને મેથી પાક અનેક પ્રકારના પાક બને છે જેમાંથી આજે આપણે કાચા શિંગદાણા અને તલના ફરસા લાડુ બનાવાની રીત જોઈશું જે બેઝિક સામગ્રીમાંથી બને છે, અને સ્વાસ્થ્ય માટે આ ઋતુમાં સારા્ માનવામાં આવે છે.ચોમાસામાં તલ ગોળનું સેલવ સ્વાસ્થઅયને ફાયદો કરે છે 

સામગ્રી

શિંગદાણાના ફરસા લાડૂ બનાવાની રીત

 સૌ પ્રથમ શિંગદાણાને ગેસની ઘીમી આંચ પર શેકીલો અને તેના છોળા ઉડાવી દો, અને હવે દાણાને મિક્સરમાં જીણા પવાડર જેવા ક્રશ કરીલો.

હવે એક કઢાઈમાં ઘી ગરમ કરવા રાખો,ઘી ઓગળે એટલે તેમાં ગોળ નાખીને ગોળને ઓગાળી લો, ગોળ ખેંચાઈ ન જાય તેનું ધ્યાન રાખવું ગોળ કાચો જ રાખવાનો છે.

હવે ગોળ ઓગળે એટલે તેમાં શીંગદાણાનો પાવડર અને તલ મિક્સ કરીને બરાબર ગોળમાં ભળી જાય ત્યા સુધી ગરમ કરી લો, ધ્યાન રાખવું ગોળ ખેંચાય ન જાય ગોળને કાચો જ રાખવાનો છે.

 હવે આ મિશ્રણમાં કાડુ બદામ એડ કરીને તેના નાન નાના લાડવા તૈયાર કરીલો

 હવે એક મોટી ડિશમાં ખસખસ લઈને દરેક લાડવાને ખસખસમાં રગદોળી લો, તૈયાર છે તમારા ફરસા શિંગદાણા તલના લાડુ