સાહિન મુલતાની-
સેવ ખમણી ગુજરાતમાં ખવાતો નાસ્તો છે જે ચણાની દાળમાંથી બને છે થોડુ સ્વિટ હોય છે અને સેવ સાથે ખાવામાં આવે છે બહાર સામાન્ય રીતે 300થી 350 રુપિયે કિલો મળે છે પણ આજે તમને ઘરે સેવખમણી બનાવાની રીત બતાવીશું જે તદ્દન ઓછા ખર્ચ અને ઓછી મહેનતમાં બને છે.
સામગ્રી
- 2 કપ ચણાની દાળ
- 8 થી 10 નંગ લીલા મરચા
- 2 ટૂકડા આદુ
- સ્વાદ પ્રમાણે મીઠું
- જરુર પ્રમાણે હરદળ
- અડધી ચમચી સોડાખાર
- 1 કપ તેલ
- 2 ચમચી રાય
- 100 ગ્રામ તદ્દન જીણી બેસનની સેવ
- થોડા દાડમના દાણા
સેવખમણી બનાવાની રીત
સૌ પ્રથમ ચણાની દાળને 6 કલાક સુઘી પાણીમાં પલાળીને રાખો 6 કલાક બાદ દાણને મિક્સરમાં દળીલો
દાળ દળતી વખે તેમાં આદુ અને મરચા પણ દળીલો જરુર પડે તો 3 થી 4 ચમચી પાણી એડ કરવું ખીરુ ઘટ્ટ થવું જોઈએ તે ઘ્યાન રાખવું
ત્યાર બાદ આ દાળના મિશ્રણમાં મીઠું હરદળ અને સોડાખાર એડ કરીને બરાબર ફેરવીને મિક્સ કરીલો.
હવે દાળના આ મિશ્રણને સ્ટિમ કરીને બાફીલો 10થી 12 મિનિટ સુઘી બાફી લો
હવે એક કઢાઈમાં એક કપ તેલ લો તેમાં 2 ચમચી જેટલી રાય ફોટી લો ત્યાર બાદ તેમાં આ સ્ટિમ કરેલી દાળનું મિશ્રમ એડ કરીને ચમાચા વડે બરાબર મિક્સ કરો
હવે 2 કપ પાણીમાં 4 ચચમી ખાંડ ઓગાળીલો આ ખાંડ વાળું પાણી કઢાઈમાં ખમણીમાં મિક્સ કરીને 3 મિનિટ ગરમ કરીલો
તૈયાર છે તમારી સેવ ખમણી હવે એક પ્લેટમાં આ ખમણી કાઢો તેના પર જીણી સેવ ભભરાવો લીલા ઘાણા ભભરાવો અને દાડમના દાણા નાખીને સર્વ કરો.