Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- હોટલ જેવો જ સ્વાદ ઘરે જોઈએ છે તો જોઈલો વેજ જયપુરી સબજી બનાવાની આ રીત

Social Share

સાહીન મુલતાની-

સામગ્રી    

જોત જોતામાં ફરી એક રવિવાર આપણી સામે આવી ગયો,અને એજ રોજની મહિલાઓની ચિંતા કે આજે રસોઈમાં શું બનાવીયે,પાછું એ પણ ધ્યાન તો રાખવાનું જ, કે ઘરના દરેક સભ્યોને ભાવશે કે નહી,અને એમા પણ જો નાના બાળકો ઘરમાં હોય તો, તો તેમની પસંદની જ રસોઈ ઘરમાં બને,અને રવિવાર હોવાથી ઘરના દરેક સભ્યો પણ ઘરે હાજર હોય એટલે એમની ભાવતી રસોઈનું પણ ધ્યાન રાખવાનું જ.તો આજે શિખીશું કંઈક એવી જ રસોઈ જે નાના-મોટા સૌ કોઈને પસંદ પડશે.

રીતઃ-સૌ પ્રથમ ફ્લાવર,ગાજર,વટાણાને કાંચા-પાંકા બાફીલો,ત્યાર બાદ એક કડાઈમાં તેલ ગરમ કરો,તેલમાં જીરુ નાંખી જીરુ લાલ થાય એટલે તેમાં આખો ગરમ મસાલો નાખો, ત્યાર પછી આખા લીલા મરચા,આદું-લસણની પેસ્ટ અને ટામેટાની પ્યૂરી નાંખીને બરાબર તેલ છુટુ પડે ત્યા સુધી સાંતળો,જ્યારે તેલ છુટુ પડવા લાગે ત્યારે તેમાં જીણા કાપેલા કેપ્સીકમ મરચા,સમારેલું કોબીઝ સાંતળીને તેમાં મીઠું,લાલ મરચું,હળદર,ગરમ મસાલો અને છીણેલું પનીર નાખી બરાબર મીક્ષ કરતા રહો,જ્યારે ગ્રેવી થવા આવે એટલે તેમાં પહેલાથી બાફી રાખેલા ફ્લાવર,વટાણા,ગાજર મિક્ષ કરી બરાબર બઘું સાંતળ્યા બાદ તેમાં મલાઈ ઉમેરી દો અને ગેસ બંધ કરીલો,ત્યાર પછી જે પ્લેટમાં સર્વ કરવાના હોય તેમાં તળેલા અળદના પાપડના ટૂકડા મુકો, પાપડ પર તૈયાર કરેલ વેજ જયપુરી પીરસો, ,ગાર્નિસીંગ માટે થોડા પાપડના ટૂકડા સબજી ઉપર મુકો , લીલાઘાણા ઉપરથી ઉમેરો અને જો તમને ચીઝ પસંદ હોય તો તેને છીણીને ઉપર નાખી શકો છો,ત્યાર પછી ગરમાં ગરમ પરોઠા કે રોટલી સાથે ખાઈ શકો છો.