સાહિન મુલતાની-
દરેક ગૃહિણીઓને એક ફરીયાદ હોય છે કેે રોજેરોજ ખાવામાં શાક શું બનાવવું ખાવાનામાં શાક કયું બનાવવું પણ આજે ગાઠીયાના શાકની રીત જાઈશું જે માત્ર 4 5 સામગ્રીમાં અને એ પણ 5 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે.
સામગ્રી
- 1 વાટકો મોરા ગાઠીયા
- 2 ચમચા તેલ
- 10 થી 12 લસણની કળી
- 2 ચમચી લાલ મરચાનો પાવડર
- સ્વાદ પ્રમાણે મીઠું
- જરુર મુજબ હરદળ
- 1 ચમચી જીરુ
- 2 કપ પાણી
સૌ પ્રથમ લસણ અને લાલ મરચાને ખાંડણીમાં બરાબર વાટીલો
ત્યાર બાદ એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરુ લાલ કરો જીરુ થાય એટલે તરત જ લસણની વાટેલી ચટણી નાખઈ તેમાં 4 ચમચી જેટલું પાણી નાખી દો જેથી મસાલો બળી ન જાય
હવે તેમાં સ્વાદ અનુસાર મીઠુ અને હરદળ એડ કરી દો હવે આ મલાસો બરાબર સતળાી જાય એટલે તેમાં ગાઠીયા એડ કરીને બરાબર મિક્સ કરો
હવે તેમાં જરુર પ્રમાણે પાણી નાખીને ગાઠીયાને ઉકાળી લો
હવે તૈયાર છે લસણ વાળઆ ગાઠીયા જેને બ્રેડ સાથે રોટલા રોટલી સાથે ખાય શકાય છે.આ શાક ખૂબ જ ઈઝી છે ડજે બેઝિક સામગ્રીમાંથી બની પણ જાય છે.