સાહિન મુલતાનીઃ-
મિલ્ક શેક આપણા સૌ કોઈને ખૂબ ભાવે છે પરંતુ શિયાળામાં છંડો મિલ્ક શેક પીવાથી અનેક સમસ્યા થાય છે.આવી સ્થિતિમાં તમે દરમા ગરમ મિલ્ક શેક પીને તેનો આનંદ માણી શકો છો આ સાથે જ ગરમ શેક શિયાળામાં હેલ્થને પમ ઘણી રીતે ફાયદો પહોંચાડે છે.
સામગ્રી
- 2 ગ્લાસ મિક્લ શેક માટે
- 8 નંગ ખજૂર
- 4 નંગ અજીંર
- 2 ગ્લાસ દૂધ
- 4 ચમચી ખાંડ
શેક બનાવાની રીત –
સો પ્રથમ ખજૂરના બી કાઢીલો હવે આ ખજૂર અને અંજીર એક કપ દૂધમાં પલાળી દો,
1 કલાક સુધી દૂધમાં આ બન્ને વસ્તુઓને પલાળીને રાખો
હવે 2 ગ્લાસ દૂધને એક તપેલીમાં લો તેને ગરમ કરો હવે જ્યારે દૂધમાં ઊભરો આવી જાય એટલે તેમાં પલાળેલા ખજૂર અને ઇંજીર દૂધ સહીત એડ કરીલો.
હવે આ બધાને ઘીમી ગેસની ફઅલેમ પર 10 મિનિટ ઉકાળો,
ત્યાર બાદ હવે આ ઠંડુ પડે એટલે તેને એક મિક્સરની જ્યુસ વાળી જારમાં ટ્રાન્સફર કરીદો.
હવે આ મિશ્રણમાં 2 ચમચી ખાંડ ઉમેરીને 1 મિનિટ સુધી મિક્સરમાં ક્રશ કરીલો, જેથી કરીને અંજીર અને ખજૂર બરાબર દૂધમાં ક્રશ થઈ જાય.
તૈયાર છે ગરમા ગરમ મિલ્ક શેક, હને જો તમે ઈચ્છો તો ઉપરથી કાજૂના ટૂકડાઓ એડ કરી શકો છો.