કિચન ટિપ્સઃ- ઈન્સ્ટન્ટ ગાજરનો હલવો ખાવો છે ? તો અપનાવો આ ટિપ્સ, 20 મિનિટમાં બનશે હલવો
શિયાળામાં ગાજર ખૂબ આવતા હોય છે જેના કારણે લોકો તેને સલાડ તથા હલવામાં ખાસ ઉપયોગ કરે છે, જો કે ગાજરનો હવલો બનાવા વખતે ખાસો એવો ટાઈમ જાય છે,ગાજરનો હલવો જો તમે કઢાઈમાં બનાવો તો આરામથી 2 કલાક થઈ જાય છે, પરંતુ ક્યારે તમને ઈન્સ્ટન્ટ હલવો ખાવો હોય તો શું કરશો? તો ચાલો જોઈએ 20 મિનિટમાં ગરમા ગરમ માવા વાળો ગાજરનો હલવો બનાવાની રીત
સામગ્રી
- 1 કિલો – ગાજર
- 200 ગ્રામ – ખાંડ
- 100 ગ્રામ – દેશી ઘી
- અડધી ચમચી – એલચીનો પાવડર
- કાજૂ-બદામ તમારા સ્વાદ પ્રમાણે
સૌ પ્રથમ ગાજરને બરાબર છોલી કાઢો, ત્યાર બાદ તેને પાણીમાં બારાબર હાથ લગાવીને ઘોઈલો
હવે ગાજરને વચમાંથી ચાર ચીરા પાડીને તેની અંદરની પીળા કલરનો જે ગર હોય તેને કાઢીલો, તેનાથી જાગરનો હલવો કડવો થઈ શકે છે.
હવે જે ગાજર બચ્યા છે તેના નાના નાના સાઈઝના ટૂકડા કરીલો
હવે એક કુકર લો, તેમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં ગાજરના ટૂકડાઓ નાખીને 2 સીટી લગાવી દો
ત્યાર બાદ કુકલ ખોલીને ગાજરને બરાબર ચમચા વડે મિક્સ કરીને તેમાં ખાંડ અને 2 કપ દૂધ એડ કરીલો
હવે ગાજર વાળું કુકર ફરી બંધ કરીને ગેસ પર કુકરને 3 થી 4 સિટી વગાડી લો.
ત્યાર બાદ કુકર ખોલીને જોઈલો, અંદર દૂધ હોય તો તેને ઘીમા તાપપર બાળી દો, અને હવે તેમાં એલચીનો પાવડર એડ કરીને કાજૂ બદામ આડ કરીલો.
હવે ચમચા વડે ગાજરના હલવાને બરાબર ક્રશ કરીને 10 મિનિટ ગેસ પર થવાદો.
તૈયાર છે એકદમ ઓછી મહેનતમાં બનતો ગાજરનો હલવો.