સાહિન મુલતાનીઃ-
હવે નવરાત્રીનો આરંભ થવાને 4 દિવસ જ રહ્યા છે, માતાજીની ઉપાસનામાં અનેક લોકો ઇપવાસ કરતા હોય છે ત્યારે સૌ કોઈને તીખુ અને ટેસ્ટી ખાવાનું પણ ગમે છે, જો કે ખીચું એવી વસ્તુ છે જે નવરાત્રીમાં ઠેર ઠેર મળે છે પરંતુ ઉપવાસ વાળા લોકો આ ખાી નથી શકતા તો આજે જે લોકોને ખીચું ખાવાનું મન છે તેમના માટે આ સરસ મજાની રેસિપી તૈયાર છે સાબુદાણાનું ખીચું
સામગ્રી
- 1 વાટકો – સાબુદાણા
- સ્વાદ પ્રમાણે – મીઠું
- 8 થી 10 નંગ – લીલા મરચા (અધકચરા ક્રશ કરેલા)
- અડધી ચમચી – અજમો
- 1 ચમચી – તલ
- 1 વાટકો – પાણી
સૌ પ્રથમ સાબુદાણેન મિક્સરમાં બરાબર દળીલો, પાવડર બને તે રીતે ક્રશ કરીલો
હવે એક તપેલીમાં 1 વાટકો ગરમ પાણી થવાદો
ગરમ પાણી થાય એઠલે તેમાં અજમો, મીઠું લીલા મરચા અને તલ એડ કરીને આ પાણીને 10 મિનિટ ઘીમા ગેસ પર ઉકાળી લો
હવે એક મોટૂં વાસણ લો તેમાં સાબુદાણાનો લોટ લઈલો, હવે તેમાં મસાલાવાળું ગરપાણી નાખીને બે ચમચા વડે બરાબર મિક્સ કરીલો, લોટમાં ગાઠા ન પડે તે ધ્યાન રાખવું થોડું ઠંડુ થાય એટલે હાથથી બરાબર લોટને લીસ્સો કરીલો
એક એક ઢોકળીયું લો તેની પ્લેટ પર તેલ સ્પ્રેડ કરીને આ સાબુદાણાનો લીસ્સો લોટ ઠોકળાની જેમ સેટ કરીને 10 મિનિટ સુધી બાફીલો
બફાયા બાદ ખીચું એક પ્લેટમાં કાઢીને તેમાં ઉપરથી તેલ નાખીદો તૈયાર છે ખીચું એ પણ ઉપવાસમાં ખવાય તેવું સાબુદાણાના લોટનું