Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- મરચા તળવા હોય તો જાણીલો આ બેસનવાળા મરચા બનાવાની સરળ રીત

Social Share

શિયાળાની સિઝન શરુ થઈ ચૂકી છે અને સાથે અવનવા ભઓજનની પણ ,આ સિઝનમાં શાકભાજી ભરપુર પ્રમાણમાં આવતા હોય છે જેને લઈને આપણે દરેક શાકની અવનવી વાનગીઓ બનાવતા હોય છે,ક્યારે ક ભોજનમાં કઠોળ પમ પીરસતા હોઈે છીએ, જ્યારે તમારા ભોજનમાં કઠોળ હોય અને તમને સાદુ ભોજન લાગતુ હોય ત્યારે તને સાઈડમાં બેસન વાળા મરચા બનાવી શકો છો જે તમારા સાદા ભોજનનો સ્વાદ બેગણો કરશે, તો ચાલો જોઈએ તરત 5 મિનિટમાં જ એ બેસન વાળા મરચા કઈ રીતે બનાવાય.

સામગ્રી

સૌ પ્રથમ મરચામાંથી બી કાઢીલો અને વચ્ચમાંથી ચીરો પાડીલો, એ રીતે ચીરો કરો કે ડિચા સાથે મરચું જોડાયેલું રહે, હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં મેથી લાલ કરો.

હવે તેમાં મરચા નાખી મરચાને લાલ કરો, મરચા થોડા થાય એટલે તેમાં  બેસન નાખીને બરાબર ફેરવતા રહો.

બેસન લાલ થાય એટલે ગેસ બંઘ કરીદો, ત્યાર બાદ તેમાં ઘાણા જીરુ પાવડર નાખીને મિક્સ કરીલો, તૈયાર છે 5 જ મિનિટમાં તમારા બેસન વાળા મરચા.

આ મરચા તમે રોટલી સાથે પણ ખાઈ શકો છો અને કોઈ પણ શાક રોટલી કે ભોજન સાથે ખાી શકો છો, જો સાદુ ખાવાનુ હોય તો આ મરચા તમારા ખાવાનાનો ટેસ્ટ વધારે છે.