સાહિન મુલતાની-
નાના બાળકોને જો સવારે નાસ્તામાં હેલ્ઘી નાસ્તો મળી જાય તો તેમનું આરોગ્ય સ્વસ્થ રહે છે, પણ હેલ્ઘીની સાથે સાથએ બાળકોને ટેસ્ટ પણ જોઈતો હોય છો તો આજે વેજ પરાઠા બનાવાની ઈઝી રીત જોઈશું જે બાળકો અને વડિલો સૌને ભાવશે
સામગ્રી
- જરુર પ્રમાણે રોટલીનો બાંઘેલો લોટ
- 1 વાટકી – જીણું સમારેલું બીટ
- 1 વાટકી – જીણું સમારેલું કોબિઝ
- 1 વાટકી – જીણ સમારેલા ગાજર
- 1 ચમચી – વાટેલું આદુ
- 1 ચમચી – વાટેલું લસણ
- અડઘી ચમચી – વાટેલા લીલા મરચા
- 2 ચમચી – તેલ
- 1 ચમચી – જીરુ
- સ્વાદ અનુસાર – મીઠુ
પરાઠા બનાવાની રીત
- સૌ પ્રથમ એક કઢાઈ લો તેમાં તેલ નાખીને જીરુ લાલ કરો હવે તેમાં આદુ લસણ અને મરચાની પેસ્ટ સાંતળીલો
- હવે તેમાં સમારેલા દરેક શાકભાજી નાખીને થોડા સાંતળી લો અને મીટું સ્વાદ પ્રમાણે એડ કરીદોત્યાર બાદ હવે આ મિશ્રણને ઠંડુ થાય એઠલે તેમાં પાણી છૂટે તેને નિતારી લો
- હવે એક મોટી સાઈઝની પાટલીના આકારની ગોળ રોટલી વણીલો તેની વચો વચ આ વેજ મિશ્રણને ભરીદો અને ચારેબાજુથી રોટલીની કોર વાળઈને ચોરસ આકારમાં પરાઠો તૈયાર કરીલો
હવે એક તવીમાં તેલ કે ઘીમાં આ પરાઠાના બન્ને બાજુ ક્રિસ્પી થાય તે રીતે તળીલો - તૈયાર છે વેજ પરાઠા જેને તમે ચા સાથે ગ્રીન ચટણી સાથે કે પછી ટામેટા સોસ સાથે સર્વ કરી શકો છો.