કિચન ટિપ્સઃ- સાંજે હળવો નાસ્તો કરવો હોય તો આ રીતે વેજીટેબલ પૂડલા બનાવો ,ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી
સાહિન મુલતાનીઃ-
આજે આપણે ચણાની દાળ અને ચોખામાંથી સરસ મચાના પૂડલા અને તેના ઇપર વેજીસ સ્ટફિંગ પાથરીને મસ્ત પિત્ઝા બનાવાની રીત જોઈશું જે ખાવામાં ટેસ્ટી તો છે જ પણ આરોગ્ય માટે હેલ્ધી પણ છે.
સામગ્રી
- 2 કપ – ચણાની દાળ
- 1 કપ – ચોખા
- 1 કપ – દહીં
- ખીરું બનાવા માટેની રીત
સૌ પ્રથમ ચોખા અને દાળને મિક્સ કરીને 4 થી 6 કલાક પાણીમાં પલાળી દો ત્યાર બાદ તેમાં મીઠું અને દહીં નાખીને મિક્સરમાં એકદમ જીણી વાટીલો, ત્યાર બાદ એ બેટરને ઢાંકીદો, બે ચપટી સોડાખાર અથવા 1 ચમચી ઈનો આ બેટરમાં મિક્સ કરીદો, તૈયાર છે પૂડલાનું બેટર
સ્ટફીંગ સામગ્રી
- 1 નંગ – બીટ ( મોટૂં મોટૂં છીણીલો)
- 2 નંગ – ગાજર ( મોટૂ મોટૂં છીણીલો)
- 1 નંગ – બોબિજ નાનો દડો ( કોબીજને પણ છિણીલો)
- 1 નંગ – કેપ્સિકમ મરચા જીણા સમારેલા
- 4 થી 6 નંગ – જીણા જીણા સમાલેરા લીલા તીખા મરચા
- જરુર પ્રમાણે – ચાટ મસાલો
- જરુર પ્રમાણે – મીરનો પાવડર
હવે ઢોસાનો તવો લો, તેને ગેસ ચાલું કરીને ગેસ પર રાખો, તેલ વડે તવાને બરાબર સાફ કરો, હવે જે બેટર તૈયાર કર્યું છે તેને ઢોસાની જેમ સ્પ્રેડ કરીને થોડી પાતળી સાઈઝમાં પૂડો તૈયાર કરીલો, પૂડો બન્ને બાજૂ શેકાઈ જાય એટલે તેને નીચે ઉતારીલો.
હવે આ તવામાં 1 ચમચી તેલ એડ કરીને થોડું ગાજર, કોબીજ, બીટ,લીલા મરચા, કેપ્સિકમ મરચા,મરીનો પાવડર અને ચાટ મસાલો એડ કરીને 2 થી 3 મિનિટ બરાબર તવામાં ફેરવતા રહો હવે આ સલાડ પાકી જાય એટલે તેને રેડી કરેલા પૂડલામાં રાખીને એક મસ્ત રોલ બનાવી દો,ફ્રેન્કીની જેમ તેને ગોળ ગોળ રોલ બનાવો હવે આ રોલને તમે ચામેટા સોસ, કે ચટણી સાથે સર્વ કરો