કિચન ટિપ્સઃ- રોટલીને લાંબા સમય સુધી ફ્રેશ અને ગરમ રાખવી છે તો જાણીલો આ ટિપ્સ
- રોટલીને કોટનના કપડામાં રાખવી
- ગરમ રહે તેવા ડબ્બામાં રાખવી
- આમ કરવાથી રોટલી સોફ્ટ રહેશ
દેરક ગૃહિણીઓ ઈચ્છે છે કે પોતાના હાથે બનાવેલી રસોઈ પરફએક્ટ હો, સ્વાદિષ્ટ હોય અને ઘરના તમામ સભ્યો તેના વખાણ કરે, કારણ કે કલાકોની મહેનત અને ગરમી સહન કર્યા પછી એક પરફએક્ટ રોસઈ બને છે, આ સાથે જ ઘણા ઘરોમાં ગરમ ગરમ રોટલી પીરસવાનો રિવાઝ હોય છે, કે જ્યારે જે વ્યક્તિ જમવા બેસે ત્યારે તેને ગરમાગરમ રોટલી બનાવી આપવાની, આવા ઘરોમાં ગૃહિણીઓના માથે બોજો હોય છે, ગરમીના ટાઈમમાં પણ તાજેતાજી ગરમ રોટલી બનાવી પડતી હોય છે.
ગરમા ગરમ રોટલી બનાવાનું કારણ એ હોય. છે કે રોટલી ગરમ રહે અને નરમ રહે, તો આજે આપણે 1 થી 2 કલાક પહેલા પણ રોટલી બનાવીને નરમ તથા ગરમ કંઈ રીતે રાખી શકાય તેની ટિપ્સ જોઈશું, જો તમે પણ રોજેરોજ ગરમા ગરમ રોટલી બનાવનતા હોય તો હવે ભૂલી જાવો અને આ ટિપ્સ ફોલો કરીને કલાક પહેલા રોટલી બનાવી પરિવાર સાથોસાથ જમતા થઈ જાવ.
સૌ પ્રથમ તમારો જે જમવાનો ટાઈમ હોય તેના એક કલાક પહેલા જો તમે રોટલી બનાવીને રાખો છો તો તમારે એક કોટનનો સફેદ કે જેનો કલર લાગે નહી તેવો કટકો રાખવો, ખાસ કરીને ખાદીકે માજરપટનું ક્પડું લેવું, હવે જેમ જેમ ગરમા ગરમ રોટલી તનવી પરથી ઉતારો એટલે તરત જ તેને આ કપડામાં રાખીને કપડાને ચારે બાજૂથી ઢાકતા રહો, આજ રીતે બધી રોટલીને આ કપડામાં લપટીને રાખો, હવે જ્યારે બધી જ રોટલી થઈ જાય ત્યારે આ કપડાને ચાર બાજૂથી બરાબર પેક કરી 24 કલાક ગરમ રહે તેવા કેશરોલમાં રાખીને ઢાકણ બંધ કરી દો, હવે જ્યાર એક કલાક પછી તમે આ કેશરોલ ખોલશો તો તેમાં રોટલી તદ્દન ગરમ તો હશે જ સાથે એકદમ નરમ પણ હશે.
તો આજથી ગરમાગરમ રોટલી બનાવાની ઝંઝટમાંથી મેળવો છૂટકારો અને આજથી જ આ ટિપ્સને કરો ફોલો.