કિચન ટિપ્સઃ- ફટાફટ નાસ્તો બનાવો છે તો મેગી સ્ટાઈલમાં પાસ્તા બનાવાની ઈઝી રીત જોઈલો
સાહિન મુલતાનીઃ-
પાસ્તા એવી વસ્તુ છે કે જે સૌ કોઈને ભાવતા હોય છે, પાસ્તા ઘણી રીતે બને છે જેમ કે વ્હાઈટ સોસ વાળ રેડ સોસ વાળા મેક્રોની સ્ટચાઈમાં પણ જો તમારે તરત નાસ્તો બનાવો હોય તો મેગી મસાલો નાખીને મેગી સ્ટાઈલમાં પાસ્તા તમે સરળતાથઈ બનાવી શકો ચો જે 20 મિનિટમાં બનીને રેડી પણ થઈ જશે તો ચાલો જોઈએ પાસ્તા બનાવાની આ સરળ રીત
સામગ્રી
- 250 ગ્રામ – પાસ્તા ( એલ્બો, સ્પ્રિગં કોઈ પણ)
- મેગી સમાલાના – 3 નાના પેકિટ
- 1 નંગ – જીણી સનમારેલી ડુંગળી
- 4 5 નંગ – લીલા મરાતા જીણા સમારેલા
- 3 ચમચી – બાફેલા વટાણા
- 3 ચમચી – કોબીજ સમારેલું
- 1 નંગ કેપ્સિકમ મરચું – જીણું સમારેલું
- 1 ચમચી – જીરું
- સ્વાદ પ્રમાણે – મીઠું
પાસ્તા બનાવાની રીત
સૌ પ્રથમ એક તપેલીમાં પાણી બરાબર ગરમ થવા દો ત્યાર બાદ તેમાં મીઠું અને 1 ચમચી તેલ એડ કરીને પાસ્તા નાખીદો હવે 20 થી 25 મિનિટ સુધી બરાબર બાફીલો હવે બફાય ગયા બાદ તેને કાણા વાળા વાસણ માં નીતારી લો.
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરીને તેમાં જીરુ અને સમારેલી ડુંગળી એડ કરીને ગુલાબી થાય ત્યા સુધી સાંતળી લો
હવે તેમાં વટાણા, સમારેલું કોબીઝ, કેપ્સિકમ મરચું, જીણા સમારેલા લીલા મરચા એડ કરીને તેમાં મીઠું પણ એડ કરીને 2 મિનિટ સાંતળી લો
ત્યાર બાદ તેમાં બાફેલા પાસ્તા એડ કરીદો અને મેગી મસાલો નાખીને બરાબર મિક્સ કરો ,તેમાં 2 ચમચી જેટલું પાણી એડ કરીને ઘીમા તાપે 2 મિનિટ કઢઆઈને ગેસ પર જ રાખો તૈયાર છે તમારા મેગી સ્ટાઈલમાં પાસ્તા.