કિચન ટિપ્સઃ- સુરતના ફેમસ બ્રેડમાંથી બનતા ફ્રાયડ ઉલટા વડાપાંઉ બનાવા હોય તો જોઈલો તેની આ પરફેક્ટ અને ઈઝી રીત,
સાહિન મુલતાનીઃ-
આજકાલ તમે દક્ષિણ ગુજરાતમાં જાઓ એટલે સુરતમાં ખાસ કરીને લોકોમાં ઉલટા વડાપાઉં ખાવાનો ક્રેઝ જોવા મળે છે, સુપત ડુમ્મસ રોડ એટલે કે વીઆર મોલની આજૂબાજૂ મળતા આ ઉલટા વડાપાઉં ખાવામાં ખરેખર ટેસ્ટી અને ચિઝી હોય છે તો ચાલો આપણે પણ જાણીએ તેને બનાવાની રીત
વડાપાઉં બનાવા માટેની સામગ્રી (4 નંગ)
- 8 નંગ – બ્રેડ (એક સરખી ગોળ વાટકીની મદદથી ગોળ સ્લાઈસ કાપી લેવી)
- 4 નંગ – ચીઝની ચોરસ સ્લાઈસ
- 4 ચમચી – લસણની લાલ ચટણી ઘરે વાટેલી
- 4 ચમચી – લીલા ઘાણા મરચાની ચટણી
- 4 નંગ – બાફેલા બટાકા
- 1 ચમચી – તેલ
- અડધી ચમચી – રાય
- 3 ચમચી – વાટેલા લીલા મરચાની પેસ્ટ
- સ્વાદ પ્રમાણે – મીઠું
- જરુર પ્રમાણે – હરદળ
- 1 ચમચી – ગરમ મસાલો
- 4 ચમચી – જીણા સમારેલા લીલા ઘાણા
- 1 વાટકો – બેસન
- તળવા માટે – તેલ
સો પ્રથમ બટાકાનો માવો તૈયાર કરવાની રીત જોઈએ
એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાય ફોડીલો , હવે તેમાં લીલા મરચાનો મસાલો, મીઠું ,હરદળ અને બાફેલા બટાકા એડ કરીને બરાબર ગરમ કરીલો, હવે તેમાં ઉપરથી ગરમ મસાલો અને લીલા ધણા એડ કરીને આ બટાકાનો માવો બરાબર મિક્સ કરીલો, બટાકાનું સ્ટફિંગ રેડી છે.
હવે બેસનનું ખીરું બનાવાની રીત જોઈએ
એક મોટા વાસણમાં એક વાટકો બસન લઈને તેમાં જરુર પ્રમાણે પાણી ,મીઠું અને પા ચમચી સોડાખાર એડ કરીને એક પાતળું ખીરું તૈયાર કરીલો.
ઉલટા વડાપાઉં બનાવાની આ પરફેક્ટ રીત જોઈએ
- સૌ પ્રથમ બ્રેડની કાપેલી ગોળ સ્લાઈસ બે લો, તેમાં એક સ્લાઈસ પર ગ્રીન ચટણી લગાવી દો અને બીજી સ્લાઈસ પર લસણીની ચટણી લગાવી દો
- હવે એક સ્લાઈસ પર ચિઝની સ્લાઈસ મૂકીને તેની પર બીજી સ્લાઈસ મૂકી દો,
- હવે આ રીતે વચ્ચે ચિઝનું સ્ટફિંગ થી ગયું છે, હવે બ્રેડની બન્ને સાઈડ બટાકાનો માલો સેન્વિચની જેમ સ્પ્રેડ કરીને લગાવી દો.
- હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખીદો
- હવે આ બટાકા અને ચિઝ વાળા ઉલટા વડાપાંઉને બેસનના ખીરામાં બોળીને તેલમાં બ્રાઉન થાય ત્યા સુધી તળીલો હવે તળાય જાય ત્યાર બાદ તેના ચાર પીસ કરીને ટોમેટો સોસ સાથે સર્વ કરો