સાહિન મુલતાની-
રિગંણનું ભરથપું તો આપણે સૌ કોઈ એ ખાધુ હશે જેમાં તેલ મસાલો નોખીને બનાવામાં આવે છે પરંતુ આજે વગર તેલનું ભરથું તે પમ ટેસ્ટી અને હેલ્ધી, જેને બનાવવા માટે ઘણો ઓછો સમય અને ઓછી સામગ્રીની જરુર પડે છે,જ્યારે ઘરમાં રિંગણ જ હોય ત્યારે તમે આ રેસિપી ચોક્કસ ટ્રાય કરજો
સામગ્રી
- 2 નંગ – મોટા ભરથાના રિંગણ (રિંગણને ગેસ પર કે ચૂલા પર શેકીને છાલ કાઢીલો)
- 1 મોટા કળા – લસણ ( આખા કળાને શેકીને તેના છોરા કાઢી તેને ક્રશ કરીલો)
- 250 ગ્રામ – મોરું દહીં
- 6 થી 8 નંગ – લીલા મરચા જીણ વાટેલા
- 1 ચમચી – રાય ( જીણી વાટીલો)
- સ્વાદ પ્રમાણે – મીઠું
- 1 કપ – ધાણા જીણા જીણા સમારેલા
- 2 ચમચી -સિંગ તેલ
- 1 ચમચી – શેકેલા જીરાનો પાવડર
સૈ પ્રથમ એક બાઉલ લો તેમાં શેકેલા રિંગણ લો અને તેને બરાબર કાટા ચમચી વડે ક્રશ કરીલો,
હવે આ રિગંણના ક્રશમાં દહીં, ક્રશ કરેલું લસણ ,મીઠું, વાટેલી રાય, લીલા મરચાની પેસ્ટ એડ કરીદો.
હવે આ બધાને ચમચી વડે બરાબર મિક્સ કરીલો હવે તેમાં લીલા ધાણા પણ એડ કરીલો અને શેકેલા જીરાનો પાવડર નાખી દો.
હવે તૈયાર છે કાચુ રિંગણનું દહી વાળું ભરથું. હવે આ ભરથામાં ઉપરથી શિંગતેલ નાખીને બરાબર મિક્સ કરીદો