Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- ઈડલીને સોફ્ટ  અને સ્વાદિષ્ટ બનાવવી હોય તો જાણીલો તેની કેટલીક ટિપ્સ

Social Share

સાહિન મુલતાનીઃ-

ચોખા અને દાળને ઓછામાં ઓછા 4 થી 6 કલાક ભર પાણીમાં પલાળી દો ત્યાર બાદ તેને મિક્સરમાં લઈને તેમાં 4 ચમચી દહી અથવા તો 2 કપ છાસ નાખીને એકદમ જીણી દળીલો

હવે આ દળેલા બેટરને એક એલ્યુમિનિટમની તપેલીમાં કાઢીલો અને તેના પર ટાઈટ ઢાંકણ ઢાકીદો, આમ ઢાકીને ખીરું 4 કલાક રહેવાદો જેથી તેમાં આથો આવી જા, અને જો તમારે તરત ઈડલી બનાવી છે તો અંદર સોડાખાર કે ઈનો નાખો.

જો કે ઈડલીના ખીરામાં ઈનો અથવા સોડાખાર નાખવાથી તે સોફ્ટ બને છે તે વાત ચાસી પરંતુ તેને નાખવાની પણ એક ટ્રિક છે, એક ચમચી ગરમ પાણીમાં ઈનો અથવા સોડાખારને મિક્સ કરો પછી તેને બેટરમાં ઉમેરો આમ કરવાથી તે બેટરમાં બરાબર મિક્સ થશે.

હવે જ્યારે તમે બેટરને પલાળો ત્યારે તેમાં ઈચ્છો તો 4 થી 8 મેથીના દાણા નાખીદો જેથી તમને ઈડલી પણ પેટમાં દુખાવો ન કરે.

આ સાથે જ જ્યારે તમે ઈડલી બનાવો ત્યારે પહેલા ઈડલીના મોલ્ડમાં બરાબર તેલ લગાવીને ગ્રીશ કરીલો પછી તેમા ઈડલીનું બેટર નાખો આ સાથે જ ઈડલીના કુકરમાં પાણી ખૂબ ઓછુ નાખવું જેથી ઈડલી પાણીમાં પચપચતી અર્થાત પલળેલી ન થાય.

તો હવે જ્યારે પણ ઈડલી બનાવો ત્યારે આટલી ટ્રિક ધ્યાનમાં રાખજો તમારી ઈડલી એકદમ સોફ્ટ ્ને સ્વાદિષ્ટ પણ બનશે