1. Home
  2. ગુજરાતી
  3.  કિચન ટિપ્સઃ- ઝટપટ રિંગણનું શાક બનાવું છે તો જોઈલો આ લસણીયા રવૈયા બનાવાની રીત
 કિચન ટિપ્સઃ- ઝટપટ રિંગણનું શાક બનાવું છે તો જોઈલો આ લસણીયા રવૈયા બનાવાની રીત

 કિચન ટિપ્સઃ- ઝટપટ રિંગણનું શાક બનાવું છે તો જોઈલો આ લસણીયા રવૈયા બનાવાની રીત

0
Social Share

રિંગણના રવૈયા બનાવવા માટે આમ તો ઘણી બધી સામગ્રીની જરુર પડે છે.પણ આજે માત્ર 4 5 સામગ્રી માં રવૈયા બને તેવી રેસિપી જોઈશું, જે સલણીયા રવૈયા તરીકે ઓળખાય છે.ખાવામાં ખૂબજ ટેસ્ટી હોય છે અને બનાવાની રીત પણ ઈઝી હોય છે.

સામગ્રી

  • 8 નંગ – નાના નાન રિંગણ
  • 15 થી 20 નંગ – લસણની કળી
  • 3 ચમચી – લાલ મરચું
  • સ્વાદ પ્રમાણે -મીઠું
  • જરુર પ્રમાણે – હળદર
  • 2 ચમચી – જીરું
  • 4 ચમચી – લીલા ધણા
  • 4 ચમચી – તેલ

સૌ પ્રથમ રિંગણના ડિચા તોડીને તેમાં 4 કટ પાડીલો જેમાં આપણે મસાલો ભરી શકીએ

ત્યાર બાદ હવે એક ખાંડણી લો તેમાં લસણ. લીલા ધણા, જીરુ મીઠું અને લાલ મરચું આખુ પાક્કુ વાટીલો.

હવે આ વાટેલા મસાલામાં જ તેલ પણ એડ કરીને બરાબર ચટણી મિક્સ કરી લો

હવે આ ટમઈ રિંગણમાં પાડેલા ચીરામાં બરાબર ભરીલો,

હવે એક કુકર લો તેમાં આ રીંગણ ગોઠવીલો અને ગેસની ફઅલેમ સ્લો કરીને 5 મિનિટ સુધી બરાબર રિગણને સાંતળીલો

હવે અડધો ગ્લાસ પાણી નાખઈને રિંગણમાં 2 થી 3 સિટી વગાડીલો

તૈયાર છે તમારા લસણીયા રવૈયા ખાવામાં ખીચડી અને રોટલી બન્ને સાથે સ્વાદિષ્ટ લાગશે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code