સાહીન મુલતાની-
આમ તો પિઝા સૌ કોઈના પ્રિય હોય છે પિઝાનો સ્વાદ દરેક લોકોને ગમે છે,હવે તો પિઝામાં સેંકડો વેરાયટિઓ જોવા મળે છે ત્યારે આજે આપણે બ્રેડ પિઝ્ઝા બનાવવાની રીત જોઈશું ખૂબ જ જલ્દી બની પણ જાય છે અને સ્વાદમાં ટેસ્ટિ પણ હોય છે
સામગ્રી ( 6 પિઝા માટે)
- 6 નંગ – બ્રેડ
- જરુર પ્રમાણે – માયોનિઝ
- 100 ગ્રામ -મોઝરેલા ચિઝ
- અડધો કપ – મકાઈના દાણા ( બાફેલા)
- 1 ચમચી – ચીલી ફ્લેક્શ
- 1 ચમચી – ઓરેગાનો
- 6 ચમચી – પિત્ઝા સોસ
- 1 નંગ – જીણું સમારેલું કેપ્સીકમ મરચું
- 1 નંગ – ડુંરગી જીણી સમારેલી
- 1 નંગ – ટામેટું જીણું સમારેલું
- 10 નંગ ઓલિવ્સના પિસ
પિઝા બનાવવાની રીત –
સૌ પ્રથમ એક બ્રેડ લો તેના પર ચમચી વડે માયોનિઝ સ્પ્રેડ કરીને લગાવો
ત્યાર બાદ આ બ્રેડ પર પિઝ્ઝા સોસો બરાબર ટેસ્ટ પ્રમાણે લગાવી દો
આ બ્રેડ પર હવે આજ બાફેલા મકાઈના દાણા, કેપ્સીકમ મરચા, ડુંગરી, ટામેટા બરાબર છૂટા છૂટા ગોઠવી દો,
હવે તેના ઉપર ચીલી ફ્લેક્સ, ઓરેગાનો બરાબર ભભરાવી દો ત્યાર બાદ છીણેલું ચીઝ પણ આખી બ્રેડ ઠંકાય જાય તેટલા પ્રમાણમાં લગાવી લો.
હવે આ બ્રેડ પર 5 થઇ 5 ઓલિવ પણ મૂકી દો
હવે આ પિઝ્ઝાને તમે ઓવનમાં મૂકીને બેક કરી શકો છો, અને જો ઓવન ન હોય તો એક કઢાઈમાં મીઠું ગરમ કરીને તેમાં એક પ્લેટ રાખઈ તેના પર પિત્ઝા ગરનમ કરી શકો છો.