સાહિન મુલતાની-
જો તમને પિત્સાઝા ખૂબ ભાવતા હોય તો પિત્મઝા બનાવતા પહેલા તેની ચટણી બનાવીને ફ્રીજમાં સ્ટોર કરી દો પછી તમે જ્યારે ઈચ્છો ત્યારે પિત્ઝા બનાવી શકો છો.
સામગ્રી
- 500 ગ્રામ – ટામેટા
- 250 ગ્રામ – ડુંગળી
- 100 ગ્રામ – સુકુ લસણ છોલેલું
- સ્વાદ પ્રમાે – મીઠૂં
- 2 ચમચી -કાશ્મીરી લાલ મરચાનો પાવડર
- 1 ચમચી – ચીલી ફલેક્શ
- 2 ચમચી – ઓરેગાનો
- 2 ચમચી – લીલા ધાણા
- અડધી ચમચી – હરદળ
- અડધી ચમચી – ઘાણાજીરુ પાવડર
- તેલ – 5 ચમચી
સૌ પ્રથમ ટામેટામાં ચપ્પુ વડે ચાર કટ કરી દો, ત્યાર બાદ 20 મિનિટ સુધી ટામેટામાં પાણી નાખીને બાફીલો, હવે આટલી મિનિટ બાદ ટામેટાને ઠંડા કરીને તેની છાલ કાઢી લો, કટ પાડ્યા હશે એટલે છાલ સરળતાથી નીકળી જશે. હવે ચપ્પુ વડે ટામેટાને જીણા મોટા કાપી લો ,લસણની કળીઓને પણ જીણી જીણી સમારીલો અને ડુંગળીને જીણી જીણી સમારીલો.
હવે ત્ એક કઢાઈમાં તેલ ગરમ થવા રાખો, તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરું લાલ કરો, હવે તેમાં લસણ લાલ થવા દો,લસણ જ્યારે ગુલાબી રંગ જેવું સંતળાય જાય ત્યાર બાદ તેમાં ડુંગળી નાખીને માત્ર 2 મિનિટ લાલ કરો, હવે 2 મિનિટ બાદ તેમાં ટામેટા પણ એડ કરીલો.
હવે ટામેટા નાખ્યા બાદ 3 થી 4 મિનિટ પછી તેમાં હરદળ, મીઠું,લાલ મરચું, ચિલી ફલેક્શ, ઓરેગાનો, મરીનો પાવડર,લીલા ધાણા એડ કરીને 10 થી 15 મિનિટ ઘીમા ગેસ પર આ સોસને થવાદો, આટલી મિનિટમાં ટામેટા તેલ મસાલામાં સંતળાય જશે, ત્યાર બાદ આ સોસને ઠંડો થવાદો , હવે ઠંડો પડી ગયા બાદ તેને મિક્સરની જારમાં લઈને ક્રશ કરીલો.તૈયાર છે પિત્ઝા ચટણી.