- કાંદા ગાઠીયાનું શાક ખૂબ ટેસ્ટી બને છે
- આ શાક બનાવતા માત્ર 10 મિનિટ જેલો જ સમય લાગે છે
- ઘરની જ વસ્તુઓમાંથી બનીને થાય છે રેડી
ક્યારેક ગૃહીણીઓને સમજ પડતી નથી કે સાંજે શાક શું બનાવવું આવી સ્થિતિમાં કેટલાક એવા શોક હોય છે જે ઈઝી રીતે અને તરત બની જાય છે, અને તેના માચે ઘરની જ વસ્તુઓનો ઉપયોગ થાય છે આવું જ એક શાક એટલે કાંદા ગાઢીયાનું શાક જે કાઠીાવાડની જાણીતી ડિશ છે,તો ચાલો જોઈએ કઈ રીતે બને છે
સામગ્રી
- 100 ગ્રામ -ગાઠીયા
- 2 નંગ -ડુંગળી (જીણી સમારેલી)
- 1 ચમચી – જીરુ
- 2 ચમચી – લસણની પેસ્ટ
- સ્વાદ પ્રમાણે – મીઠૂ
- જરુર પ્રમાણે – હળદર
- 2 ચમચી – લાલ ચરચાનો પાવડર
- 3 ચમચી – તેલ
સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરી જીરુ લાલ કરીલો, હવે તેમાં સમારેલી ડુંગળી નાખીને બરાબર બ્રાઉન થવાદો, ડુંગળી બ્રાઉન થાય એટલે તેમાં લસણની પેસ્ટ,હળદર,મીઠું,લાલ મરચું, નાખીને 2 ચમચી જેટલું પાણી નાખી દો જેથી મસાલો બળી ન જાય,હવે આ મસાલાને બરાબર સાંતળી લો.
હવે મસાલો બરાબર સંતળાય જાય એટલે તેમાં અડઘો ગ્લાસ પાણી નાખીદો, પાણી ઉકળે એટલે તેમાં ગાઠીયા એડ કરીને જ્યાં સુધી પાણી બળી જાય કત્યા સુધી થવા દો,તૈયાર છે,તમારું ગાઠીયાનું ટેસ્ટિ અને જલ્દી બની જાય તેવું આ શાક.