સાહિન મુલતાનીઃ-
- મગની દાળમાં મેથીભાજી એડ કરવાથી દાળ સ્વાદિષ્ટ બનશે
- મેથી ન પસંદ હોય તો પાલકનો ઉપયોગ બેસ્ટ ઓપ્શન છે
ગૃહિણીઓ પોતાની રસોઈને સ્વાદિષ્ટ બનાવવા માટે અવનવી ટિપ્સ અપવાનતી હોય છે,જાતભાતના મસાલાઓનો ઉપયોગ કરતી હોય છે,પરંતુ કેટલીક ડિશ એવી હોય છે કે માત્ર મસાલાથી જ સ્વાદિષ્ટ બનાવતી નથી તેની સાથે કંઈક બીજી શાકભાજી , શાકભાજી કે કઠોળ મિક્સ કરવાથી વધુ સ્વાદિષ્ટ બને છે.આજ આપણે આવી જ બે ડિશ વિશે વાત કરીશું, જેમાં એક દાલ પાલ અને બીજી દાલમેથી છે, મગની દાળને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે મસાલાની લાથે સાથએ આ બન્ને ભાજીનો ઉપયોગ કરવો જોઈએ, તેનાથી દાળ ખૂબજ સ્વાદિષ્ટ બનશે.
મગની દાળ આમ તો સૌ કોઈને ભાવે તે જરુરી નથી, મોટા ભાગના બાળકોને આ પ્રકારના કઠોળ ખાવા ગમતા નથી હોતા, પરંતુ જો તમે આવા કઠોળ કે દાળ સાથે શાકભાજી મિક્સ કરવાનું રાખશો તો ચોક્કસ દરેકને તે ગાળ ખટોળ ભાવતા થઈ જશે.
જો તમારે મગની દાળ બનાવી હોય તો તેમાં વધારે પડતું લસણ જીણું સમારીને તેલમાં લાલ કરવું ત્યાર બાદ તેમાં મેથીની ભાજી દાળથી અડધા પ્રમાણમાં નાખવી, ત્યાર પછી બધા મસાલા સાંતળીને દાળ એડ કરી ઉકાળી લો , આ મગની દાળનો સ્વાદ કંઈક જૂદો આવશે, માત્ર એકલી મગની દાળ કોઈને ન ભાવતી હશે પરતું આ મેથી વાળી મગની દાલફ્રાઈ સો કોઈની પ્રિય બની જશે.
હવે તમને કદાચ એક પશ્ન થશે કે મેથી કડવી હોવાથી બાળકોને તે પસંદ નથી હોતી, તો તેના માટે પણ તમને જણાવી દઈએ કે જ્યારે મગદાલ ફ્રાઈ તમે બાળકો માટે બનાવી રહ્યા છો ત્યારે મેથીના ઓપ્શનમાં પાલકને તદ્દન જીણી જીણી સમારીને ઉપયોગમાં લઈ શકો છો,આમ દાલફ્રાઈ પાલક પણ બેસ્ટ ઓપ્શન છે.હવે જ્યારે પણ મગની દાળ બનાવો ત્યારે આ બે ચટિપ્સ ચોક્કસ અપનાવજો તમારી દાળફ્રાઈ રેસ્ટોન્ટને પણ ચક્કર આપશે.અને દાળ બની ગયા બાદ તેમાં દેશી ઘી,જીરું, આખા લાલ મરચા અને લીલા ધાણાનો કડકો પણ આપો દેખાવમાં જેથી દાળ દેખાવમાં પણ સારી બનશે.