સાહિન મુલતાની-
સ્ત્રીઓ સતત કિચનમાં વ્યસ્ત રહેતી હોય છે, પોતાના બાળકો અને પરિવારના લોકોના ભોજનની ખાસ સંભાળ રાખતી હોય છે, અનેક શાક સ્વાદિષ્ટ બને તે માટે અવનવા પ્રયત્નો કરતી રહેતી હોય છે, મોટે ભાગે રોટલીમાં ગ્રેવી વાળા શાક લોકો વધુ ખાવાનું પસંદ કરે છે, મોટાભાગની સ્ત્રીઓ ગ્રેવી બનાવવા માટે બેસનનો ઉપયોગ કરે છે, પરંતુ આપણા કિચનમાં એવી કેટલીક વસ્તુઓ છે કે જે આપણા શાકનો સ્વાદ બમણો કરે છે અને શાકની ગ્રેવી બનાવવામાં પણ ઉપયોગી છે.
આજે તમને જણાવીશું કે જૂદા જૂદા શાકમાં ગ્રેવી બનાવવા માટે કંઈ કંઈ વસ્તુઓનો ઉપયોગ કરી શકાય, જૂદા જૂદા શાકમાં આપણે સ્વાદ પ્રમાણએ જૂદી જૂદી વસ્તુઓના ઉપયોગથી ગ્રેવી બનાવી શાકને વધુ સ્વાદિષ્ટ બનાવી શકીએ છીએ.
પનીરના દરેક શાકઃ પનીરના જેટલા પણ મ સાલાવાળા શાક છે જેમ કે, પનીસ બટર મસાલા, પનીર અંગારા, પનીર કાજપ, પનીર લબાબદાર. પનીર પટીયાલા આ તમામે તમામ શાકમાં ગ્રેવી બનાવવા માટે ફ્રેશ મલાઈનો ઉપયોગ કરવો જોઈએ, પનીરના કોઈ પણ પ્રકારના શાકમાં જો તમારે ગ્રેવી બનાવવી હોય તો સામાન્ય રીતે કાંદા-ટામેટાની પેસ્ટનો ઉપયોગ કરીએ જ છીએ આ સાથે જ મગજતરી, કાજુનો ઉપયોગ કરો જેથી રેસ્ટોરન્ટનો સ્વાદ ઘરે જ માણી શકશો, અને શાકની ગ્રેવી પણ સરસમજાની બનશે.
સરગવાની સિંગનું શાકઃ- સરગવાની સિંગના શાકને સ્વાદિટ અને ગ્રેવી વાળું બનાવવું હોય ચો શાકમાં શીંગદાણા,તલ,કાંદા અને ટામેટાને વાંટીને તેવી ગ્રેવી બનાવી શકો છો.જેનાથી શઆક ઘટ્ટતો બનશે જ સાથે સાથે સ્વાદમાં પણ વધારો થશે.
ભીંડાનું શાકઃ- ભીંડાના શાકમાં મોરા શીંગદાણા અધકચરા વાટીને નાખવાથી શાકની ગ્રેવી બને છે અને શાક સ્વાદિષ્ટ પણ લાગે છે.