- ઓવન વગર જ પેનમાં બનાવો સોફ્ટ પિત્ઝા
- લાઈવ પિત્ઝા બનાવા માટે પેનમાં સ્ટેન મૂકો
- પેનમાં ઘી અને પાણી નાખો અને પિત્ઝા થવાદો
આજકાલ દરેક ગૃહિણોઓ પિત્ઝા જેવી અવનવી વાનગીઓ ઘરે બનાવતી હોય છે,જો કે પિત્ઝા બહાર ખાઈએ તે અને ઘરે બનાવેલા બન્નેમાં ઘણો ડિફરન્ટ હોય છે ,ખાસ કરીને આજકાલ લાઈવ પિત્ઝાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે,જે ખાવામાં સોફ્ટ અને ચીઝી હોય છે, જો કે ઘરે તેને બેક કરતી વખતે પિત્ઝા હાર્ડ બની જતા હોય છે,અથવા તો વધુ બળી જતા હોય છે, તો આજે ઓવન વગર જ પિત્ઝા સોફ્ટ બનાવવાની એક મજેદાર ટિપ્સ જોઈશું,
પિત્ઝાનો બેઝ મેંદાથી ઘરે જ બનાવવામાં આવે છે,તેમાં ઈસ્ટ, કે ઈનો અથવા તો દહીં નાખીને આથો આપવામાં આવે છે અને પછી તેને બેક કરવામાં આવે છે. પરંતુ જો આપણા પાસે ઓવન નથી ત્યારે પિત્ઝા તવીમાં કે પેનમાં બેક કરતી વખતે હાર્ડ થઈ જાય છે, જો કે હવે આ ટિપ્સથી પેન માં તમે સોફ્ટ પિત્ઝા બનાવી શકો છો.
– જો તમારે પિત્ઝા લાઈવ બનાવવા હોય અને સોફ્ટ બનાવવા હોય તો સૌ પ્રથમ કઢાઈ અથવા એક પેન ગરમ કરવા રાખો
– હવે આ પેન કે કઢાઈમાં વચો વચ્ચ એક માટલું મૂકવાનો કાંઠો (સ્ટેન્ડ) કે પછી મોટો વાટકો(સ્ટિલનો પહોળો બાઉલ) અથવા તો કોઈ સ્ટેન્ડ મૂકી દો.
– હવે કઢાઈમાં 1 ચમચી ઘી કે તેલ નાખો, ત્યાર બાદ તેમાં અડધો કપ પાણી એડ કરો, એટલે તેમાં ઘૂમાડા થવા લાગશે.
– હવે આ સ્ટેન્ડ,કાઠો કે પછી વાટકા પર કઢાઈમાં આવી રહે તેવી સાઈઝની એક પ્લેટ મૂકો, આ પ્લેટ પર પિત્ઝા રાખીને પેન કે કઢાઈને ઢાકણું લગાવી બંધ કરીદો.
– ગેસની ફ્લેમ ઘીમી કરી દો અને ગેસ પર જ પિત્ઝાને 2 થી 5 મિનિટ થવા દો.
– હવે કઢાઈમાં જે ઘી અને પાણી હશે તે બરાબર ગરમ થવાથી તેમાંથી વરાળ નીકળશે જે પિત્ઝાના ડ્રો ને સોફ્ટ બનાવશે, અને પિત્ઝા પરનું ચિઝ એકદમ મેલ્ટ થવા લાગશે.
– આ ટ્રિકથી કઢાઈનું તળીયું પણ દાઝશે કે બળશે નહી, જો તમે તેલ કે ઘી અને પાણી વિના ગરમ કરશો તો કઢાઈ બળવાની શક્યાતાઓ પુરેપુરી છે.
– હવે જ્યારે પણ તમારે પિત્ઝાને ઓવન વગર સોફ્ટ બનાવવા હોય ત્યારે આ ટ્રિક ચોક્કસ બનાવજો