સાહિન મુલતાની-
શીંગભજીયા એવી વસ્તુથી કે જો વરસાદ પડતો હોઈ અને ગરમાં ગરમ ખાવામાં આવે તો મજા પડી જાય છે અને સાથે જ તેને સ્ટોર પણ કરી શકાય છે જેથી 15 દિવસથી 1 મહિના સુધી તેને ખાઈ શકાય છે,તો ચાલો જાણીએ ઘરે કઈ રીતે બનાવાય ચે આ શીંગ ભજીયા
સામગ્રી
- 250 ગ્રામ – મોટા શીંગદાણા મોરા ( શીંગદાણેન કઢાઈમાં થોડા શેકીલેવા)
- 4 ચમચી – બેસન
- 2 ચમચી – ચોખાનો લોટ
- 1 ચમચી – કોર્ન ફ્લોર
- સ્વાદ પ્રમાણે – મીઠું
- 1 ચમચી – મરીનો જીણો દળેલો પાવડર
- 1 ચમચી – ચાટ મસાલો
- 1 ચમચી – લાલ મરચાનો પાવડર
- 1 ચમચી – લીબુંનો રસ
- અડધી ચમચી – સંચળ
- તેલ – તળવા માટે
સૌ પ્રથમ એક બાઉલ લો તેમાં ચણાનો લોટ, ચોખાનો લોટ અને કોર્ન ફ્લોર લઈલો, હવે તેમાં મરીનો પાવડર, મીઠું. સંચળ ચાટમસાલો, લાલ મરચું અને લીબુંનો રસ નાખીને બરાબર મિકસ કરો હવે તેમાં જરુર પ્રમાણે પાણી નાખો અને ઘટ્ટ ખીરુ તૈયાર કરો.
હવે ગેસ ઓન કરીને તેમાં એક કઢાઈમાં તેલ ગરમ થવા રાખીદો
હવે શીંગદાણને થોડા પ્રમાણમાં લોટ વાળા બાઉલમાં નાખો, અને એક એક છૂટા છૂટા તેને તેલમાં નાખતા જાવો, આમ કરીને કઢાઈ ભરાય જાય એટલા શીંગદાણા કોટીન કરીને નાખીદો,
હવે ગેસની ફલેમ ઘીમી કરીદો અને શીંગદાળાના ઉપરના લોટ વાળા લેયરને બ્રાઉન થવાદો ,બ્રાઉન થાય એઠલે શીંગદાણાને પેપર પર કાઢીલો જેથી વધારાનું તેલ નીકળી જાય
હવે શઈંગદાણા બરાબર ઠંડા પડી જાય ત્યારે તેને ડબ્બામાં ભરી શકો છો, આ શીગદાણા સ્વાદમાં તીખા તમતમતા અને સ્વાદિષ્ટ પણ હશે.